________________
( પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
૬ (૬) પૂનમ અને અમાસ SF એક હતી અજવાળી પૂનમને બીજી રાતડી કાળી; પારસનાથને એવા મળ્યા ધરણેન્દ્ર અને મેઘમાળી. ૧ ઉપકારી ઉપકાર ભૂલે નહિ વૈરી ભૂલે ન વેર, એક ધરે અમૃતની પ્યાલી બીજો હલાહલ ઝેર; એક ભાવથી ભક્તિ કરે ને બીજો રહે જીવ બાળી. ૨ એક દિવસ વટવૃક્ષની નીચે, પાર્થ પ્રભુ ઘરે ધ્યાન, ભાન ભૂલી મેઘમાલી લાવે, આંધી ને તોફાન; પરભવનો ઉપકાર વિચારી, નાગ રહ્યો ફેણ ઢાળી. ૩ સમતાસાગર પાર્થપ્રભુને નહીં માન અપમાન, હોય મિત્ર કે શત્રુ ભલેને એને સર્વ સમાન; સમદષ્ટિથી બેઉ જણાને રહેતા નાત નિહાળી. ૪
ક (૭) રાજુલની ચૂંદડી તો તને વિનવું છું માડી પગમાં પડી હવે નહિ રે ઓઢું હું બીજાની ચૂંદડી ! કેવું શું માવડી તને ઘડી ઘડી. હવે, ૧ ભલે માનો તમે સૌ એ કુંવારી મને, હું તો પરણી ચૂકી છું મારા નેમને; મારે અંગે તે એમની પીઠી ચડી ! હવે૦ ૨ બીજાના મીંઢળ નથી મારે બાંધવા, બીજા કોઈ દેવને નથી આરાધવા; નવલી દુનિયાની મને કેડી જડી. હવે૦ ૩ પ્રિયતમને પગલે પગલે જાવું, જોગીની પાછળ જોગણ થઈ જાવું; નહીં આવે એવો અવસર ઘડી ઘડી. હવે૦ ૪
પિ૧૩