________________
( પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ ) દેજે, નહીં છોડું હવે હાથ આવ્યાં. અખંડ) ૬. કયારે આવશે ધન્ય ઘડી તેહ, અખંડ તારી આણા ધરું, તારે પાયે પડી ધરું નેહ, અખંડ તારી0
= (૨) પ્રભુની માળા , માળા લઈને હાથમાં, ધરી રહ્યો છું ધ્યાન; મન ભટકે સંસારમાં ભૂલીને ભગવાન. ૧ પ્રભુ તારા નામની માળા ફેરવીએ ત્યારે; મનડું ફરે છે ફેરા સંસારમાં. હો હો મનડું૦ ૨ હાથમાં હોય ફરતો માળાનો મણકો જ્યારે; હૈયામાં સંભળાતો રૂપિયાનો રણકો ત્યારે; જરીવાર જંપીને જપવા બેસીએ ત્યારે. મનડું૩ ધીરજ ન રહેતી જરીએ પ્રભુ તારા ધ્યાનમાં, સંવર ન રહેતું ચિત્તડું, પ્રભુ તારા સ્થાનમાં; ઘડી બે ઘડી તારા સ્તવનો સાંભળીએ ત્યારે. મનડું) ૪ સંતોની વાણી સુણતાં નયનોમાં નિંદ આવે, ભગવંત ભક્તિનું ભોજન નહીરે અમોને ભાવે; તારા મંદિરિયે આવી પૂજન કરીએ ત્યારે. મનડું) ૫ એવું ચંચળ છે પ્રભુજી મનડું અમારું રે, આંખેથી દેખતાં પણ દિલમાં અંધારું રે; મોટું મન રાખી વ્હાલા એટલું આપજો કે, ફેરા રહે ના પાછા સંસારમાં. મનડું૦ ૬
HE (૩) “નયણાંની બિછાત' 5 હે પરમાતમ આતમ મારો ઝંખે દિવસ રાત; છાઈ છે અંધારી રજની ક્યારે થશે પ્રભાત? ૧ પ્રેમ તણાં સુકોમળ પુષ્પો આજ રહ્યા કરમાઈ મનડાના મોતીની માળા, આજ રહી વિખરાઈ; કરી રહ્યો છું તારા ચરણે નયણાંની બિછાત. ૨