________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દિવાળીની રાત્રીએ ગુણણુ
પ્રથમ પ્રહરે શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ માળા (૨૦) મધ્યરાત્રિએ શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ માળા (૨૦) છેલ્લે પ્રહરે પ્રભાતે શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ માળા (૨૦) શ્રી વર્ધમાન તપનો દુહો
કર્મ કઠીન દલ ચૂરવા, વર્ધમાન તપ સાર; તે તપ પ્રેમે સેવતાં, પામે ભવી ભવપાર. સાથીયાદિ (૧૨) કરવા ૐ હ્રીં નમો તવસ્સ માળા (૨૦) શ્રી અષ્ટાપદનો દુહો
ઋષભ શાંતિ નેમિ પ્રભુ, પારસ શ્રી મહાવીર; નમું પદપંકજ તેહના, જે જગ તારણધીર.
સાથીયાદિ (૮) કરવા
ૐ હ્રીં શ્રી અષ્ટાપદ તીર્થાય નમઃ માળા (૨૦) ૐ (૧) પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
(રાગ-તને સાચવે પારવતી)
કયારે આવશે ધન્ય ઘડી તેહ, અખંડ તારી આણા ધરૂં; તારે પાયે પડી ધરૂં નેહ, અખંડ તારી આણા ધરૂં. ૧. સ્વર્ગ મૃત્યુ પાતાલ મેં નજરે જોયા, ભમતા ભવોભવ મારા બહુ ખોયા, બીજા દેવોમાં દિલડાં ન ડોલ્યા. અખંડ તારી૦ ૨. તારા નયનોમાં અમીધારા વરસી રહી, મારા વિષય કષાય બુઝાવી રહી; બીજા દેવોમાં મનડાં ન માન્યા. અખંડ૦ ૩. માતા પિતા ભ્રાતા તું એકજ છે, મારા મનડામાં તારી ટેકજ છે; બીજે નહિ માને મનડા મનાવ્યા. અખંડ૦ ૪. તારા ચરણોમાં જીવન ધરી દીધું, તેનું કાર્ય સહુ તેં સંભાળી લીધું; તેં સહુને તારા જેવા બનાવ્યા. અખંડ૦ ૫. તારે શરણે આવેલાને તારી લેજે, ભવો ભવ સેવાનું બળ આપી
૫૧૦