SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ વીશ સ્થાનક તપના દુહા અને ગુણ મૌન એકાદશીનો દુહો જિન કલ્યાણક દોઢસો, આરાધો ગુણખાણ, પામી મૌન એકાદશી, પ્રગટે કેવલનાણ. સાથિયાદિ (૧૧) (૧૫૦) કરવા ૐ હ્રીઁ મલ્લિનાથાય નમઃ માળા (૨૦) (૧૫૦) પૌષદશમીનો દુહો ચલિતાસન સોહમ પતિ, રચી વૈમાન વિશાળ; પ્રભુ જન્મોત્સવ કારણે, આવંતા તત્કાળ. સાથીયાદિ (૧૦) કરવા ૐ હ્રી પાર્શ્વનાથાય અર્હતે નમઃ માળા (૨૦) મેરૂત્રયોદશીનો દુહો સ્વસ્તિ શ્રી ભગવંતને, પ્રણમી પ્રથમ જિણંદ; લોકલોકોત્તર ધર્મના, શાસક ભુવન દિણંદ. સાથીયાદિ (૧૩) કરવા ૐ હ્રીં શ્રી ઋષભદેવ પારંગતાય નમઃ માલા (૨૦) ચૈત્રીપુનમનો દુહો ચૈત્રી પુનમને દિન, કરી અણસણ એક માસ; પુંડરીક ગણધર શિવ વર્યા, પામ્યા અવિચળવાસ. સાથીયાદિ (૧૫) અથવા (૧૫૦) . ૐ હ્રી પુંડરીક ગણધરાય નમઃ માળા (૨૦) દિવાળીનો દુહો રાજગૃહી નગરી ભલી, ચૌદ ચોમાસા સાર; અંતિમ ચોમાસું આવીયા, પાવાપુરી મોઝાર. સાથીયાદિ (૧૨) કરવા ૐ હ્રીઁ મહાવીરસ્વામી પારંગતાય નમઃ માળા (૨૦) ૫૦૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy