SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સવિ ગિરિમાં સુરપતિ સમો, પાતક પંક વિલાત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પર્વતઇંદ્ર વિખ્યાત. ત્રિભુવનમાં તીરથ સવે, તેહમાં મોટો એહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રે. ૯૬ આદિ અંત નહિ જેહનો, કોઈ કાલે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, શાશ્વતગિરિ કહેવાય. ૯૫ ૯૭ ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ સુભદ્ર સંભાર. ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામે જે દૃઢશક્તિ. ૯૯ તે શિવગતિ સાથે જે ગિરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિયે, મુક્તિનિલય ગુણખાણ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમકિતધરા, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપદ્મ સુવિલાસ. ભૂમિધરી જે ગિરિવરે, ઉદધિ ન લોપે લીહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૃથ્વીપીઠ અનીહ. મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪ ૧૦૩ ૫૦૪ ૧૦૨ મૂલ જસ પાતાલમેં, રત્નમય મનોહાર; પાતાલમૂલ વિચાર. ૧૦૫ હોય સિદ્ધ સુખ-મેલ; અકર્મક મન મેલ. ૧૦૬ તે તીર્થેશ્વર પ્રણમિયે, કર્મક્ષય હોયે જિહાં, તે તીર્થેશ્વર પ્રણમિયે, કામિત સવિ પૂરણ હોયે, જેહનું દરસન પામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સર્વકામ મન ઠામ. ૧૦૭
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy