________________
શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ
---
-
-
-
-
-
-
-
ગણધર મુનિ ઉવન્ઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દુંદુભિ માદલ વાદ. ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધો પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સોવનમય સુવિહાર; તે તીર્થેશ્વર પ્રણમિય, અક્ષય સુખ દાતાર. ૮૫ ઈણ તીરથ મોટા કહ્યા, સોલ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અસંખ્ય વિચાર. ૮૬ દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરત. ૮૭ પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર, તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂર. ૯૦ સુરવરા બહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણ; તે તીર્થેશ્વર પ્રણમિય, સુરગિરિ નામ પ્રમાણ. ૯૧ પરવત સહુ માંહે વડો, મહાગિરિ તેણ કહેત; તે તીર્થેશ્વર પ્રણમિયે, દરશન લહે પુણ્યવંત ૯૨ પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ ભલું પુણ્યરાશ. ૯૩ લક્ષ્મીદેવીએ કર્યો, કુંડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનામ સુવાસ. ૯૪
૧પ૦૩
-