SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ; તે તીર્થેશ્વર પ્રણમિય, દિન દિન મંગલ માલ. ૬૯ શ્વેત ધ્વજા જસ લકતી, ભાખે ભવિને એમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરો છો કેમ ? ૭૦ સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન પરમ પવિત્ત. ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, તસ હોય નિર્મલ ગાત્ર. ૭૨ શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જેહને જસ અભંગ. ૭૩ રાયણવૃક્ષ સોહામણું, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમિય, સેવે સુર નર-રાય. ૭૪ . પગલાં પૂજી ઋષભનાં, ઉપશમ જેહને અંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સમતા પાવન અંગ. ૭૫ વિદ્યાધિરાજ મિલે બહુ, વિચરે ગિરિવર શૃંગ, તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢતે નવ રસ રંગ. ૭૬ ' માલતી મોગર કેતકી, પરિમલ મોહ ભંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજો ભવી જિન અંગ. ૭૭ અજિતજિનેશ્વર જીહાં રહ્યા, ચોમાસું ગુણ ગેહ; તે તીર્થેશ્વર પ્રણમિય, આણી અવિહડ નેહ. ૭૮ શાંતિજિનેશ્વર સોલમા, સોલ કષાય કરી અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચાતુર્માસ રહેત. ૭૯ નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિણ ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિ નેમિ જિન અંતરે, અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નંદિષેણ પ્રસિદ્ધ. ૮૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy