SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ સેલનસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ઘરી ઉત્સાહ. પદ ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતા નાવે પાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, શાસ્ત્ર-માંહે અધિકાર. ૫૭ બીજ ઈહાં સમકિત તણું, રોપે આતમ ભોમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલે પાતક-સ્તોમ. ૫૮ બ્રહ્મ સ્ત્રી ભૃણ ગૌ હત્યા, પાપે ભારિત જેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પહોતા શિવપુર ગેહ. ૫૯ જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થ માંહે ઉક્કિટ્ટ. ૬૦ ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, જનપદમાં શિરદાર. ૬૧ અહોનિશ આવતા ટુકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધૂ રંગ. દર વિરાધક જિન-આણના, તે પણ હુવા વિશુદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૩ મહા મ્લેચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉપતંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખી અનંત. ૬૪ મંત્ર યોગ અંજન સવે, સિદ્ધ હુવે જિણ ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતકારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કર્મદાવાનલ સંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ઉપશમ તસ ઉલસંત. ૬૬ શ્રુત નિત નિતુ ઉપદિશે, તત્ત્વાતત્ત્વ વિચાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણયુત શ્રોતાર. ૬૭ પ્રિયમેલક ગુણગણ તણું, કરતિ-કમલા સિંધુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગબંધુ. ૬૮ . | ૫૦૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy