________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કવડ જક્ષ રખવાલ જસ, અહોનિસ રહે હજૂર; તે તીર્થેશ્વર પ્રણમિયે, અસુરા રાખે દૂર. ૪૩ ચિત્ત ચાતુરી ચક્કસરી, વિદન નિવારણ હાર; તે તીર્થેશ્વર પ્રણમિય, સંઘ તણી કરે સાર. ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તિમ સવિ તીરથ ઈદ. ૪૫ દીઠ દુર્ગતિ વારણો, સમર્થો સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તીરથ શિરતાજ. ૪૬ પંડરીક પંચ કોડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રણમિય, કર્મ તણી હોય હાણ. ૪૭ મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડ ને "વારિખેણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢિયા શિવ-નિશ્રેણ. ૪૮ નમિ વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર આથ. ૪૯ ઋષભવંશીયનરપતિ ઘણા, ઈણે ગિરિ પહોતા મોક્ષ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલ્યા પાતિક દોષ. ૫૦ રામ ભરત બિદું બાંધવા, ત્રણ કોડી મુનિ યુત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ઈણે ગિરિ શિવ સંપત્ત. ૫૧ નારદ મુનિવર નિર્મલા સાધુ એકાણું લાખ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ. પર શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડિ આઠ કોડિ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂરવ કર્મ વિછોડી. પ૩ થાવગ્યાસુત સહસશું, અણસણ રંગે કિધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ. ૫૪ શુક પરિવાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વાર. ૫૫
0િ0=