SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રણમિયે, જિહાં નહિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણ. ૩૧ સોવન રૂપા રત્નની ઔષધિ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, ન રહે પાતક એક. ૩૨ સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, દેવા નિર્મળ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર તે તીથેશ્વર પ્રણમિયે, પોષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમિવચ્છલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સોવન ફૂલ વધાય. ૩૫ સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ત્રિભુવન માંહે વિદિત. ૩૬ પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીર્થેશ્વર પ્રણમિય, જાયે સકલ જંજાલ. ૩૭ મનમોહન પાર્ગે ચઢે, પગ પગ કર્મ ખપાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગુણ ગુણી ભાવ લખાય. ૩૮ જેણે ગિરિ રૂખ સોહામણા, કુંડે નિર્મળ નીર; તે તીર્થેશ્વર પ્રણમિય, ઉતારે ભવ-તીર. ૩૯ મુક્તિમંદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તીર્થેશ્વર પ્રણમિયે, લહિયે શિવપુર રાજ. ૪૦ કર્મ કોટિ અધ વિકટ ભટ, દેખી ધ્રુજે અંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દિન દિન ચઢતે રંગ. ૪૧ ગોરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સુખે શાસન રીત. ૪૨ ૪૯૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy