________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, મિથ્થામતિ સવિ જાય. ૧૭ સુરતરુ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રણમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુરલોકે સુરસુંદરી, મળી મળી થોકે થોક; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગાવે જેહના શ્લોક. ૧૯ યોગીસર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિયે, હુઆ અનુભવ રસ લીન. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખણ ચિત્ત. ૨૧ સુર અસુર નર કિનરા, રહે છે જેમની પાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ ૨૨ મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રણમિય, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય. ૨૪ સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ન કહાય. ૨૫ સુંદર ટુંક સોહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દૂર ટલે વિખવાદ. ૨૬ દ્રવ્ય ભાવ વૈરી ઘણાં, જિહાં આવ્યું હોય શાંત; તે તીર્થેશ્વર પ્રણમિય, જાયે ભવની ભ્રાંત. ૨૭ જગ હિતકારી જિનવરા, આવ્યા એણે કામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિ મા ઉમિ. ૨૮ નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ ધોવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ જનને સુખદાય. ૨૯
-
४८८