________________
શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ
પૂર્વનવ્વાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ભક્ત જોડી હાથ. ૪ અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવનો પાર; તે સિદ્ધાચલ પ્રણમિયે, લહિયે મંગલમાળ. ૫ જસ શિર મુકુટ મનોહરૂ, મરૂદેવીનો નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેહનો દાખવા, સુરગુરૂ પણ મતિમંદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડૂર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અધ સવિ દૂર. ૮ કર્મકાઠ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીજે સુખવાસ. પરમાનંદ દશા લહે જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીનો હેતુ તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ-મકરાકર-સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહને ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય. ૧૨ પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી દય વિવેક. ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ. જેહને સંગે સિદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પામિજે નિજ શ્રદ્ધ. ૧૪ જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારણ નાવ. ૧૫ સંઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદીજે ગતિ ચાર. ૧૬
દ્ધ,
४८७