________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૨૦) શ્રી શત્રુંજય મહાતીર્થના દુહા
એકેકું ડગલું ભરે, શત્રુંજા સમો જેહ; ઋષભ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ. ૧ શેત્રુંજા સમો તીરથ નહીં, રિખવ સમા નહીં દેવ; ગૌતમ સરખા ગુરુ નહીં, વળી વળી વંદું તેહ. ૨ સિદ્ધાચલ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદું વારંવાર. સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; શેત્રુંજીનદીએ નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર. ૪ શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકોશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ. ૫ જગમાં તીરથ દો. વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નૈમિકુમાર. ૬ સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગૃહી મુનિ લિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવી ભગવંત. ૭ શત્રુંજયગિરિ મંડણો, મરૂદેવાનો નંદ; જુગલા ધર્મનિવારકો, નમો યુગાદિ જિણંદ. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વાર્ગાદિ સુખ ભોગ; વલી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સંયોગ. ૯
૬ (૨૧) સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ ( દુહા ૧૦૮ )
શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહોનીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમુ પરમ મુનીશ. ૧ જય જય જગપતિ જ્ઞાન ભાણ, ભાસિત લોકાલોક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થોક. ૨ શ્રી સિદ્ધાચલમંડણો, નાભિ નરેસર નંદ; મિથ્યામતિ મત ભંજણો, ભવિ-કુમુદાકર ચંદ. ૩
૪૯૬