________________
નવપદજીના દુહા ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્ધા પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮
કળશ
ઈમ તીર્થનાયક, સ્તવન લાયક, સંથણ્યો શ્રી સિદ્ધગિરિ, અષ્ટોત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભકતે મન ધરી; શ્રી કલ્યાણસાગરસૂરિ શિષ્ય, શુભ સંગીશે સુખકરી, પુણ્ય મહોદય, સકલ મંગલ, વેલી સુજસે જગસિરિ. ૧
૬ (૨૨) નવપદજીના દુહા 5 અરિહંતપદ ધ્યાતો થકો, દબૃહ ગુણ પક્ઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે; વીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વિર૦ ૧ રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોવે સિદ્ધ ગુણખાણી રે. વી૨૦ ૨ ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. વી૨૦ ૩ તપ સક્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. વીર૦ ૪ અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે. વીર૦ ૫ શમ-સંવેગાદિક ગુણા, નય ઉપશમ જે આવે રે; દર્શન તેહીજ આતમાં, શું હોય નામ ધરાવે રે. વિર૦ ૬ જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપસમ તસ થાય રે; તે દૂએ એહજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે વિર૦ ૭ જાણ ચરિત્ર તે આતમાં, નિજસ્વભાવમાં રમતો રે; લેશ્ય શુદ્ધ અલંક્યે, મોહવને નવી ભમતો રે. વીર૦ ૮
૫૦૫