________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ગતદોષ ગુણભંડાર જિનજી! દેવ હારે તુજ છે, સુરનર સભામાં વર્ણવ્યો જે ઘર્મ હારે તેજ છે; એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર હારી પ્રાર્થના સ્વામી તમે ચિત્ત ધરો. ૨૧ પડવર્ગ મદનાદિક તણો જે જીતનારો વિશ્વને, અરિહન્ત! ઉજ્વલ ધ્યાનથી તેહને પ્રભુ જીત્યો તમે; અશક્ત તુમ પ્રત્યે હણે તુમ દાસને નિર્દયપણે, એ શત્રુઓને જીતું એવું આત્મબળ આપો મને. ૨૨ સમર્થ છો સ્વામી! તમે આ સર્વજગને તારવા, ને મુજ સમા પાપીજનોની દુર્ગતિને વારવા; આ ચરણ વળગ્યો પાંગળો તુમ દાસ દીન દુભાય છે, હે શરણ! શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે? ૨૩ તુમ પાદપક્વ રમે પ્રભો! નિત જે જનોનાં ચિત્તમાં, સુરઈન્દ્ર કે નરઈન્દ્રની પણ એ જનોને શી તમા?; ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે, સગુણોની શુભ ગન્ધ એના આત્મમાં મહમહે. ૨૪ અત્યન્ત નિર્ગુણ છું પ્રભો! હું દુર છું હું દુષ્ટ છું, હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું; વિણ આપ આલંબન પ્રભો! ભવ ભીમ સાગર સંચરું, મુજ ભવભ્રમણની વાત જિનજી! આપ વિણ કોને કરું. ૨૫ હે નાથ! નેત્રો મીંચીને ચલચિત્તની સ્થિરતા કરી, એકાન્તમાં બેસી કરીને ધ્યાન મુદ્રાને ધરી; મુજ સર્વ કર્મ વિનાશ કારણ ચિંતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર, માહરે ચિત્તે રમે. ૨૬ ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો! મેં અન્ય દેવોને સ્તવ્યા, પણ કોઈ રીતે મુક્તિ સુખને આપનારા નવ થયા; અમૃત ભરેલા કુમ્ભથી છોને સદાએ સિંચીયે, આંબા તણા મીઠાં ફલો પણ લિંબડા ક્યાંથી દીયે! ૨૭
૨૦