________________
શત્રુંજયાદિ પ્રભુની સ્તુતિઓ ભવજલધિમાંથી હે પ્રભો! કરુણા કરીને તારજો, ને નિર્ગુણીને શિવનગરના શુભ સદનમાં ધારજો; આ ગુણીને આ નિર્ગુણી એમ ભેદ મોટા નવ કરે, શશી સૂર્ય મેઘપરે દયાલુ સર્વના દુઃખો હરે. ૨૮
| (શાર્દૂલવિક્રીડિતયું) પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ! તને, ગૈલોક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના, નેતા મળ્યા છે મને; એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરૂં માંગણી, માંગું આદર વૃદ્ધિ તોય તુજમાં, એ હાર્દની લાગણી. ૨૯ જે અમર શત્રુંજય ગિરિ છે પરમ જ્યોતિર્મય સદા, ઝળહળ થતી જેની અવિરત, મંદિરોની સંપદા; ઉત્તુંગ જેના શીખર કરતા, ગગન કેરી સ્પર્શના, દર્શન થકી પાવન કરે, તે વિમલગિરિને વંદના. ૩૦ જ્યાં સિદ્ધ ભૂમિમાં અનંતા આત્મા મુક્તિ વર્યા, જ્યાં નાથ આદીશ્વર નવાણું પૂર્વ પોતે વિચર્યા, તાર્યા ભવભવ સિંધુથી, દઈને અનુપમ દેશના, દર્શન થકી પાવન કરે તે વિમલગિરિને વંદના. ૩૧
જ્યાં ભવ્ય પ્રતિમારૂપ અનુપમ, આદિદેવની રાજની, યાત્રી ઘણા પૂજન કરે, સૌના મનોરથ પૂરતી; નરનારી અંતર ભાવથી, નિશદિન કરે જિન અર્ચના, દર્શન થકી પાવન કરે તે વિમલગિરિને વંદના. ૩૨ એ દિવ્ય ભૂમિમાં અહો, નવનવ ટુંકો વિરાજતી,
જ્યાં ધવલ શેત્રુંજી સરિતા, વિમલ જલશું છાજતી; રાયણ તરૂ પાવન કરે જ્યાં, સૂરજ કુંડ સોહામણા, દર્શન થકી પાવન કરે, તે વિમલગિરિને વંદના. ૩૩ અઘાડભવત્સફલા નયન વયસ્ય,
દેવત્વદીય ચરણાબુજ વિક્ષણેન; અઘત્રિલોક તિલક પ્રતિભાસને મે,
સંસાર વારિધિરય ચુલુક પ્રમાણમ્. ૩૪ ૧૨૧}