________________
આત્મનિંદાદ્વાત્રિંશિકાનો અનુવાદ
૧૫
નિઃસીમ કરૂણાધાર છો, ને આપ શરણ પવિત્ર છો, સર્વજ્ઞ છો નિર્દોષ છો ને સર્વ જગના નાથ છો; હું દીન છું હિમ્મત રહિત થૈ શરણ આવ્યો આપને, આ કામરૂપી ભિલ્લુથી રક્ષો મને રક્ષો મને. ૧૪ વિણ આપ આ જગમાં નથી સ્વામી સમર્થ મળ્યા મને, દુષ્કૃત્યનો સમુદાય મોટો જે પ્રભુ મારો હણે, શું શત્રુઓનું ચક્ર જે બહુ દુ:ખથી દેખાય છે, વિણ ચક્ર વાસુદેવના તે કોઈ રીત હણાય છે. પ્રભુ! દેવના પણ દેવ છો વળી સત્ય શંકર છો તમે, છો બુદ્ધ ને આ વિશ્વત્રયના છો તમે નાયક પણે; એ કારણે આન્તર-રિપુ સમુદાયથી પીડેલ હું; નાથ ! તુમ પાસે રડીને હાર્દના દ:ખો અધર્મના કાર્યો બધા દૂરે કરીને જોડું સમાધિમાં જિનેશ્વર ! શાન્ત થૈ હું જે સમે; ત્યાં તો બધાયે વૈરીઓ જાણે બળેલા ક્રોધથી, મહામોહનાં સામ્રાજ્યમાં લઈ જાય છે બહુ જોરથી. ૧૭ છે મોહ આદિક શત્રુઓ મ્હારા અનાદિકાળના, એમ જાણું છું જિનદેવ ! પ્રવચન પાનથી હું આપના; તો યે કરી વિશ્વાસ એનો મૂઢ મેંઢો હું બનું, એ મોહબાજીગર કને કપિ રીતને હું આચરૂં. ૧૮
કહું. ૧૬
ચિત્તને
એ રાક્ષસોના રાક્ષસો ક્રૂર મ્લેચ્છો એજ છે, એણે મને નિષ્ઠુરપણે બહુવાર બહુ પીડેલ છે; ભયભીત થઈ એથી પ્રભુ! તુમ ચરણ શરણું મેં ગ્રહ્યું, જગવીર ! દેવ ! બચાવજો મેં ધ્યાન તુમ ચિત્તે ધર્યું. ૧૯ ક્યારે પ્રભો ! નિજ દેહમાં પણ આત્મબુદ્ધિને તજી, શ્રદ્ધાજળે શુદ્ધિ કરેલ વિવેકને ચિત્તે સજી; સમશત્રુ મિત્ર વિષે બની ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો ! આનન્દથી. ૨૦
૧૯