________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા આ કર્મ રૂપ કુલાલ મિથ્યાજ્ઞાન રૂપી દંડથી, ભવ ચક્ર નિત્ય ભમાવતો દિલમાં દયા ધરતો નથી: કરી પાત્ર મુજને પૂંજ દુઃખનો દાબી દાબીને ભરે, વિણ આપ આ સંસાર કોણ રક્ષા કહો એથી કરે ? ૭
ક્યારે પ્રભો! સંસાર કારણ સર્વ મમતા છોડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને; રમીશ આત્મ વિષે વિભો! નિરપેક્ષ વૃત્તિ થઈ સદા, ત્યજીશ ઈચ્છા મુક્તિની પણ સંત થઈને હું કદા. ૮ તુજ પૂર્ણ શશિની કાંતી સરખા કાન્ત ગુણ દૃઢ દોરથી, અતી ચપલ મુજ મન વાંદરાને બાંધીને બહુ જોરથી; આજ્ઞારૂપી અમૃત રસોના પાનમાં પ્રીતિ કરી, પામીશ પરબ્રહ્મ રતિ ક્યારે વિભાવો વિસરી. ૯ * હું હિનથી પણ હીન પણ તુમ ચરણ સેવાને બળે, આવ્યો અહીં ઉંચી હદે જે પૂર્ણ પુન્ય થકી મળે; તો પણ હઠીલી પાપી કામાદિક તણી ટોળી મને, અકાર્યમાં પ્રેરે પરાણે પીડતી નિર્દયપણે. ૧૦ કલ્યાણકારી દેવ! તુમ સમ સ્વામી મુજ માથે છતે, કલ્યાણ કોણને સંભવે જો વિપ્ન મુજ ન આવતે; પણ મદન આદિક શત્રુઓ પૂંઠે પડ્યા છે માહરે, દૂર કરૂં શુભ ભાવનાથી પાપીઓ પણ નવ મરે. ૧૧ સંસારરૂપ સમુદ્રમાં ભમતા અનાદિકાળથી, હું માનું કે આપ કદિ મુજ દ્રષ્ટિએ આવ્યા નથી; નહીંતર નરકની વેદના સીમા વિનાની મેં પ્રભુ! બહુ દુઃખથી જે ભોગવી તે કેમ પામું હું વિભુ! ૧૨ તરવાર ચક્ર ધનુષ્ય ને અંકુશથી જે શોભતું, વજ પ્રમુખ શુભ ચિહ્નથી શુભ ભાવવલ્લી રોપતું સંસારતારક આપનું એવું ચરણયુગ નિર્મલું, દુર્વાર એવા મોહ-વેરીથી ડરીને મેં ઋયું. ૧૩
૧૮