SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિંદાદ્વાત્રિંશિકાનો અનુવાદ પરમાહત્ શ્રી કુમારપાલ-ભૂપાલ વિરચિત આત્મનિંદાદ્વાત્રિંશિકાનો અનુવવૃદ (હરિગીતછંદ) મણિ, સર્વે સુરેંદ્રોના નમેલા મુકુટ તેના જે તેના પ્રકાશે ઝળહળે પદપીઠ જે તેના ઘણી આ વિશ્વના દુ:ખો બધાએ છેદનારા હે પ્રભુ ! જય જય થજો જગબંધુ ! તુમ એમ સર્વદા ઈચ્છું વિભુ ! ૧ વિતરાગ હૈ કૃતકૃત્ય ભગવન્ ! આપને શું વિનવું, હું મુર્ખ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું, શું અર્થિવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ઘટે. ૨ પ્રાણી તણા પાપો ઘણાં ભેગા કરેલા જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને સારે સ્તવે; અતિગાઢ અંધારા તણું પણ સૂર્ય પાસે શું ગજું, એમ જાણીને આનંદથી હું આપને નિત્યે ભ. શરણ્ય ! કરૂણાસિંધુ ! જિનજી ! આ બીજા ભક્તના, મહામોહવ્યાધિને હણો છો શુદ્ધ સેવાસક્તનાં; આનંદથી હું આપ આણા મસ્તકે નિત્યે વહું, તોયે કહો કોણ કારણે એ વ્યાધિના દુ:ખો સહું. સંસારરૂપ મહાટવીના સાર્થવાહ પ્રભુ ! તમે, મુક્તિપુરી જાવા તણી ઈચ્છા અતિશય છે મને; આશ્રય કર્યો તેથી પ્રભો તુજ તોય આન્તર તસ્કરો, મુજ રત્નત્રય લુંટે વિભો! રક્ષા કરો રક્ષા કરો. બહુ કાળ આ સંસાર-સાગરમાં પ્રભુ! હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર ! તું મળ્યો; પણ પાપ કર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરી. ૧૭ ૫ S
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy