________________
શ્રી મહાવીર જિન પારણું
કુંકુમ ચાંદલો, શોભે જડિત મરકત મણિમાં દીસે લાલ; ત્રિશલાયે જુગતે આંજી અણિયાળી બેહુ આંખડી, સુંદર કસ્તુરીનું ટબધું કીધું ગાલ. ૧૦. કંચન સોલે જાતના રત્ન જડિયું પારણું, ઝુલાવતી વેળા થાયે ઘરનો ગમકાર; ત્રિશલા વિવિધ વચને હરખી ગાવે હાલરૂં, ખેંચે ફુમતીયાળી કંચનદોરી સાર. ૧૧. મારો લાડકવાયો સખા સંગે રમવા જાશે, મનોહર સુખલડી હું આપીશ એને હાથ; ભોજન વેળા રમઝમ રમઝમ કરતો આવશે; હું તો ધાઈને ભિડાવીશ હૃદયા સાથ. ૧૨. હંસ કારંડવ કોકિલ ને પોપટ પારેવડાં, માંહિ બપૈયા ને સારસ ચકોર; મેના મોર મેલ્યા છે રમકડાં રમવાં તણાં; ધમધમ ઘુઘરા બજાવે ત્રિશલા કિશોર. ૧૩. મારો વીરકુમાર નિશાળે ભણવા જાશે, સાથે સજ્જન કુટુમ્બ પરિવાર; હાથી રથ ઘોડા પાળાયે ભલું શોભતું, કરીશ નિશાળ ગરણું અતિ મનોહાર. ૧૪. મારા વીર સમાણી કન્યા સારી લાવશું, મારા કુમરને પરણાવીશ મ્હોટ ઘેર; મારો લાડકડો વરરાજા ઘોડે બેસશે, મારો વીર કરશે સદાય લીલાલ્હેર. ૧૫. માતા ત્રિશલા ગાવે વીરકુમરનું હાલરૂં, મારો નંદન જીવજો કોડાકોડી વરસ, એવો રાજરાજેશ્વર થાશે ભલો દીપતો, મારા મનના મનોરથ પૂરજે જગીશ. ૧૬. ધન્ય ધન્ય ક્ષત્રિયકુંડ ગામ મનોહરૂ, જિહાં વીર કુમરનો જન્મ ગવાય; રાજા સિદ્ધારથના કુલમાંહે દીનમણિ, ધન્ય ધન્ય ત્રિશલારાણી જેહની માય. ૧૭ એમ સૈયર ટોળી ભોળી ગાવે હાલરૂં, થાશે મનના મનોરથ તેહને ઘેર; અનુક્રમે મહાદેવ પદવી રૂપવિજય પદ પામશે, ગાયે અમિયવિજય કહે થાશે લીલાલ્હેર. મા૦ ૧૮.
(૧૨) શ્રી મહાવીરસ્વામીનું હાલરીઉં
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલો હાલો હાલરૂવાનાં ગીત; સોના રુપા ને વળી રત્નું જડિયું પારણું, રેશમ દોરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત, હાલો હાલો હાલો હાલો મારા નંદને. ૧.
૪૭૭