________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સુરનર સુખશાતા ભોગવી, નરક દુઃખ વ્યથા અનુભવી; અનુક્રમે કર્મ સૈન્ય જયકરી, નરવર ચતુરંગી સુખ વરી. ૧૯ સદ્ગુરુ જોગે ક્ષાયિક ભાવ, દર્શન જ્ઞાન ભવોદધિ નાવ; આરોહી શિવમંદિર વસે, અનંત ચતુષ્ટય તવ ઉલસે. ૨૦ લહેશે અક્ષય પદ નિરવાણ, સિદ્ધ સર્વે મુજ ઘો કલ્યાણ; ઉત્તમ નામ જપો નરનાર, રૂપચંદ લહે જય જયકાર.૨૧
= (૧૧) શ્રી મહાવીર જિન પારણું ;
માતા ત્રિસલાયે પુત્રરત્ન જાઈયો, ચોસઠ ઇંદ્રના આસન કંપે સાર; અવધિજ્ઞાને જોઈ ધાયો શ્રી જિનવરને, આવે ક્ષત્રિયકુંડ નયર મઝાર. ૧. વીર પ્રતિબિંબ મુકી માતા કને, અવસર્પિણી નિદ્રા દીએ સાર; એમ મેરુશિખરે જિનને લાવે ભક્તિ શું; હરિ પંચરૂપ કરી મનોહાર. ૨. એમ અસંખ્ય કોટાકોટી મળી દેવતા, પ્રભુને ઓચ્છવ મંડપે લઈ જાય; પાંડુકવન શિલાયે જિનને લાવે ભક્તિશું, હરિ અંગે થાપે ઈદ્ર ઘણું ઉચ્છાય. ૩.એક કોડી સાઠ લાખ કળશે કરી, વીરનો સ્નાત્ર મહોચ્છવ કરે સાર; અનુક્રમે વિરકુંવરને લાવે જનની મંદિરે, દાસી પ્રિયંવદા જાએ તેણીવાર. ૪. રાજા સિદ્ધારથને દીધી વધામણી, દાસીને દાન ને માન દીએ મનોહાર; ક્ષત્રિય કુંડમાંહે ઓચ્છવ મંડાવીઓ, પ્રજા લોકને હરખ અપાર. ૫. ઘરઘર શ્રીફળ તોરણ ત્રાટજ બાંધીયા, ગોરી ગાવે મંગલ ગીત રસાળ; રાજા સિદ્ધારથ જન્મ મહોત્સવ કરીઓ, માતા ત્રિશલા થઈ ઉજમાળ ૬ માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ઝુલે લાડકડા પ્રભુજી આનંદભેર; હરખી નીરખીને ઈંદ્રાણીઓ જાવે વારણે, આજ આનંદ શ્રી વીરકુંવરને ઘેર. ૭. વીરના મુખડા ઉપર વારૂ કોટિચંદ્રમા, પંકજ લોચન સુંદર વિશાલ કપોલ; શુકચંચુ સરિખી દીસે નિર્મળ નાસિકા, કોમળ અધર અરૂણ રંગ રોલ. ૮. ઔષધી સોવન મઢી રે શોભે હાલર, નાજુક આભરણ સઘળાં કંચન મોતીહાર, કર અંગુઠો ધાવે વીરકુંવર હર્ષે કરી, કાંઈ બોલાવતા કરે કિલકિલાકાર. ૯. વીરને નિલાડે કીધો છે
૪ ૭
-