________________
ત્રેસઠશલાકા પુરૂષનો છંદ
હવે નામ ચક્રવર્તિ તણાં, બાર ચક્રી જે શાસ્ત્ર ભણ્યા; પહેલો ચક્રિ ભરત નરેશ, સુખે સાધ્યા જેણે ખટખંડ દેશ. ૬ બીજો સગર નામે ભૂપાલ, ત્રીજો મઘવરાય સુવિશાલ; ચોથા કહિયે સનતકુમાર, દેવ પદવી પામ્યા છે સાર, ૭ શાંતિ કુંથુ અર ત્રણે રાય, તીર્થંકર પણ પદ કહેવાય; સુભૂમ આઠમો ચકી થયો, અતિ લોભે કરી નરકે ગયો. ૮ મહાપધરાય બુદ્ધિનિધાન, હરીપેણ દશમો રાજન; ઈગ્યારમો જય નામ નરેશ, બારમો બ્રહ્મદત ચક્રેશ. ૯ એ બારે ચકીસર કહ્યા, સૂત્રસિદ્ધાંત થકી મેં લહ્યા; હવે વાસુદેવ કહું નવ નામ, ત્રણ ખંડજેણે જીત્યા ઠામ. ૧૦ વીર જીવ પ્રથમ ત્રિપૃષ્ઠ, બીજો નૃપ જાણો દ્વિપૃષ્ઠ; સ્વયંભૂ પુરુષોત્તમ મહારાય, પુરૂષસિંહ પુરૂષ પુંડરીકરાય. ૧૧ દત્તનારાયણ કૃષ્ણ નરેશ, એહ નવ હવે બલદેવ વિશેષ; અચલ વિજયભદ્ર સુપ્રભ ભૂપ, સુદર્શન આનંદ નંદન રૂપ. ૧૨ પદ્મ રામ એ નવ બલદેવ, પ્રતિશત્રુ નવ પ્રતિવાસુદેવ; અશ્વગ્રીવ તારક રાજેદ્ર, મેરક મધુ નિશુભ બલેંદ્ર. ૧૩ પ્રાદ ને રાવણ જરાસંધ, જીત્યા ચક્ર બલે તસ સંઘ; ત્રેસઠ સંખ્યા પદવી કહી, માતા એકસઠ ગ્રંથે લહી, ૧૪ પિતા બાવન ને સાઠ શરીર, ઓગણસાઠ જીવ મહાધર; પંચવર્ણ તીર્થકર જાણ, ચક્રી સોવન વાન વખાણ. ૧૫ વાસુદેવ નવ સામલવાન, ઉજ્જવલ તનુ બલદેવ પ્રધાન; તીર્થકર મુકિત પદ વર્યા, આઠ ચક્રિ સાથે સંચર્યા. ૧૬ બલદેવ આઠ વલી તેહને સાથ, શિવપદ લીધું હાથો હાથ; મઘવા સનતકુમાર સુરલોક, ત્રીજે સુખ વિલસે ગતશોક. ૧૭ નવમો બલદેવ બ્રહ્મનિવાસ, વાસુદેવ સહુ અધોગતિ વાસ; અષ્ટમો બારમો ચક્રી સાથ, પ્રતિવાસુદેવ સમા નરનાથ. ૧૮
૪૭૫