SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ભક્ત થકી એવડી કાં ખેડો, અવલ અમીનાં છાંટા રેડો; લાખા ભક્તનો એક નિવેડો, મહારાજ મૂકો મુજ કેડો. ૧૩ લાજવશો માં અજયારાણી, ગુરુ આણા માનો ગુણખાણી; ઘરે સિધાવો કરૂણા આણી, કહું છું નાકે લીંટી તાણી. ૧૪ મંત્ર સહિત એ છંદ જે પઢશે, તેહતે તાવ કિં નવ ચઢશે; કાંતિ કળા દેહ નીરોગં, લહેશે લખમી લીલાભોગં. ૧૫ કળશ (છપ્પય) ૐ નમો ધરી આદિ બીજું, ગુરુ નામ વદીજે; આનંદપુર અવનીશ, અજયપાલ આખીજે; અજયા જાત અઢાર, વાંચિયે સાતે બેટા; જપતા એહિજ જાપ, ભક્તશું ન કરે મેહા; ઉતરે ચડ્યો અંગ, પળમેં તુજ વયણે મુદા; કહે કાંતિ રોગ નાવે, સાર મંત્ર ગ્રહિયે સદા. ૧૬ (આ છંદ સાતવાર, ચૌદવાર અથવા એકવીશવાર સાંભળે અથવા ગણે તો તાવ જતો રહે.) ૬ (૧૦) ત્રેસઠશલાકા પુરૂષનો છંદ પ્રહ સમે પ્રણમું સરસ્વતી માય, વલી સદ્ગુરુને લાગુ પાય; ત્રેસઠસલાકાના કહું નામ, નામ જપતા સીઝે કામ. ૧ પ્રથમ ચોવીશ તીર્થંકર જાણ, તેહ તણાં હું કરીશ વખાણ; ૠષભ અજીત ને સંભવસ્વામ, ચોથા અભિનંદન અભિરામ. ૨ સુમતિ પદ્મપ્રભુ પુરે આશ, સુપાર્શ્વચંદ્ર પ્રભુ દે સુખ વાસ; સુવિધિ શીતલ શ્રેયાંસનાથ, એહ છે સાચા શિવપુર સાથ. ૩ વાસુપૂજ્ય જિન વિમલ અનંત, ધર્મશાંતિ કુંથુ અરિહંત; અર મલ્લિ મુનિસુવ્રત સ્વામી, એહથી લહીયે મુક્તિ સુઠામ. ૪ નમીનાથ નેમીસર દેવ, જસ સુરનર નિત સારે સેવ; પાર્શ્વનાથ મહાવીર પ્રસિદ્ધ, તૂઠા આપે અવિચલ રૂદ્ધ પ ૪૭૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy