________________
શ્રી જ્વરનો (તાવનો) છંદ
Ř (૯) શ્રી જ્વરનો (તાવનો) છંદ 5 દુહા નમો આનંદપુર નગર, અજયપાલ રાજન; માતા અજયા જનમિયો, જ્વર તું કૃપા નિધાન. ૧ સાત રૂપ શક્તિ હુવો, કરવા ખેલ જગત; નામ ધરાવે જીવા, પ્રસર્યો તું ઈત્ત ઉત્ત. ૨ એકાંતરો બેયાંતરો, ત્રઈયો ચોથો તામ; શીત ઉષ્ણ વિષમ જ્વરો, એ સાતે તુજ નામ. ૩ છંદ
એ સાતે તુજ નામ સુરંગા, જપતા પૂરે કોડિ ઉમંગા; તેં નામ્યા જે જાલિમ જંગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા. ૪ તુજ આગે ભૂપતિ સબરંકા, ત્રિભુવનમાં વાજે તુજ ડંકા; માને નહિ તું કેહની શંકા, તુઠ્યા આપે સોવન ટંકા. ૫ સાધક સિદ્ધતણા મદ મોડે, અસુર સુરા તુજ આગલ દોડે; દુઃ ધિટ્ટનાં કંધર તોડે, નમી ચાલે તેહને તું છોડે. આવંતો થરથર કંપાવે, ડાહ્યાને જિન તિમ બહકાવે; પહિલો તું કેડમાંથી આવે, સાત સિરખ પણ શીત ન આવે. ૭ હીં હીં હું હુંકાર કરાવે, પાંસળિયાં હાડાં કકડાવે; ઉનાળે પણ અમલ જગાવે, તાપે પહિરણમાં · મૂતરાવે. ૮ આસો કાર્તિકમાં તુજ જોરો, હઠ્યો ન માને દાગો દોરો; દેશ વિદેશ પડાવે સોરો; કરે સબળ તું તાતો તોરો. ૯ તું હાથીનાં હાડાં ભંજે, પાપીને તાડે કર પંજે; ભક્તિવત્સલ ભાવે જો રંજે, તો સેવકને કોય ન ગંજે. ૧૦ ફોડક તોડક ડમરૂં ડાર્ક, સુરપતિ સરિખા માને હાકં; ધમકે ધુંસડ ધાસડ ધાક, ચઢતો ચાલે ચંચળ ચાર્ક. ૧૧ પિશુન પછાડણ નહિકોતોથી, તુજજસ બોલ્યા ન જાય કોથી; શી અણખીલ કરો એ થોથી, મહેર કરી અળગા રહો મોથી. ૧૨
૪૭૩
Ç