________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પંચ ભરતારી પાંડવ નારી, દ્રુપદતનયા વખાણીયે એક એકસો આઠે ચીર પુરાણા, શીયલ મહિમાં તસ જાણીયે એ. ૬ દશરથનૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલચન્દ્રિકા એ શીયલસલુણી રામ જનેતા, પુણ્યતણી પરનાલિકા એ. ૭ કૌશાંબિક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજીઓ એ તસ ઘર ઘરણી મૃગાવતી સતી, સુરભવને જશ ગાજીયો એ. ૮ સુલસા સાચી શીયલે ન કાચી, રાચી નહિ વિષયારસે એક મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલસે એ. ૯ રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતી એક જગ સહુ જાણે વીજ કરતાં, અનલ શીતલ થયો શીયલથી એ. ૧૦ કાચે તાંતણે ચાલણી બાંધી, કૂવા થકી જલ કાઢીયું એ; કલંક ઉતારવા સતીય સુભદ્રાએ, ચંપા બાર ઉઘડીયું એ. ૧૧ સુર નર વંદિત શીયલ અખંડિત, શિવા શિવપદગામિની એ; જેહને નામે નિર્મલ થઈએ, બલિહારી તસ નામની એ. ૧૨ હસ્તિનાગપુરે પાંડરાયનીકુંતા નામે કામિની એક પાંડવ માતા દશ દશાર્ણની, બહેન પતિવ્રતા પદ્મિની એ. ૧૩ શીલવતી નામે શીલવંત ઘારિણી, ત્રિવિધે તેહને વંદિયે એ, નામ જપતાં પાતક જાયે, દરિસણ દુરિત નિકંદિયે એ. ૧૪ નિષિધા નગરી નલહ નરિંદની, દમયંતી તસ ગેહની એ; સંકટ પડતાં શીયલજ રાખ્યું, ત્રિભુવનકીર્તિ જેહની એ. ૧૫ અનંગ અજિતા જગજન પૂજિતા, પુષ્પચૂલા ને પ્રભાવતી એક વિશ્વવિખ્યાતા કામિતદાતા, સોલમી સતી પદ્માવતી એ. ૧૬ વિરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરતન ભાખે મુદા એ; વહાણું વાતાં જે નર ભણશે, તે લેશે સુખ સંપદા એ. ૧૭
૪૭૨