________________
શ્રી સોળ સતીનો છંદ શૂલિકારોપણ તસ્કાર કીધો, લોહખુરો પ્રસિદ્ધ; તિહાં શેઠે નવકાર સુણાવ્યો, પામ્યો અમરની શ્રદ્ધ; શેઠને ઘર આવી વિદન નિવાર્યા, સુરે કરી મનોહર. સો૦ ૧૬ પંચ પરમેષ્ઠિ જ્ઞાન જ પંચત, પંચ દાન ચારિત્ર; પંચ સઝાય મહાવ્રત પંચહ; પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજો પંચહ, પાળો પંચાચાર. સો૧૭
કળશ (છપ્પય) નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક; સિદ્ધમંત્ર એ શાશ્વતો, એમ જંપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુસિદ્ધ શુદ્ધ આચાર્ય ભણીને; શ્રી ઉવક્ઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠિ થુણીજે; નવકાર સાર સંસાર છે, કુશળલાભ વાચક કહે; એક ચિત્તે આરાધતા, વિવિધ ઋદ્ધિ વંછિત લહે. ૧૮
(૮) શ્રી સોળ સતીનો છંદ 5 આદિનાથ આદે જિનવર વંદી, સફલ મનોરથ કીજીયે એ; પ્રભાતે ઉઠી મંગલિક કામે, સોળ સતીનાં નામ લીજીયે એ. ૧ બાલકુમારી જગ હિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ, ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોલ સતી માંહે જે વડી એ. ૨ બાહુબલભગિની સતીય શિરોમણિ, સુંદરી નામે ઋષભસુતાએ; અંકસ્વરૂપ ત્રિભુવન માંહે, જેહ અનુપમ ગુણજીત્તા એ. ૩ ચંદનબાલા બાલપણાથી, શીયળવંતી શુદ્ધ શ્રાવિકા એ; અડદના બાકુલા વીર પ્રતિલાભ્યા; કેવલ લહિ વ્રત ભાવિકા એ. ૪ ઉગ્રસેનલૂઆ ઘારિણીનંદિની, રાજીમતી નેમવલ્લભા એ; જોબન વેશે કામને જીત્યો, સંજમ લેઈ દેવદુલ્લભા એ. ૫
૪૭૧