SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા બીજોરાં કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ; જેણે નવકારે હત્યા ટાળી, પામ્યો યક્ષ પ્રતિબોધ; નવલાખ જપંતા થાએ જિનવર, ઈસ્યો છે અધિકાર. સો૦ ૭ પસ્લિપતિ શિખ્યો મુનિવર પાસે, મહામંત્ર મનશુદ્ધ પરભવ તે રાજસિંહ પૃથ્વીપતિ, પામ્યો પરિગલ શ્રદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પહોતો, ચારૂદત્ત સુવિચાર. સો૦ ૮ સંન્યાસી કાશી તપ સાધંતો, પંચાગ્નિ પરજાળે; દીઠો શ્રી પાસકુમારે પન્નગ, અધ બળતો તે ટાળે; સંભળાવ્યો શ્રીનવકાર સ્વયંમુખ, ઈદ્રભવન અવતાર. સો૦ ૯ મન શુદ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંયોગ; ઈણે ધ્યાન થકી ટાળ્યો કુષ્ટ ઉંબરનો, રકતપિત્તનો રોગ; નિશ્ચશું જપતાં નવનિધિ થાયે, ધર્મતણો આધાર. સો. ૧૦ ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, ઘરણી કરવા ઘાત; પરમેષ્ઠિ પ્રભાવે હાર ફૂલનો વસુધામાંહિ વિખ્યાત; કમલાવતીએ પિંગલ કીધો, પાપણો પરિહાર. સો. ૧૧ ગયણાંગણ જાતી રાખી ગ્રહીને, પાડી બાણ પ્રહાર; પદ પંચ સુર્ણતા પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર, એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજનહાર. સો૦ ૧૨ કંબલ ને સંબલ કાદવ કાઢ્યા, શકટ પાંચશે માન; દીઘે નવકારે ગયા દેવલોકે, વિલસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધાતલે, વિલસે જૈન વિહાર. સો૦ ૧૩ આગે ચોવીશી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત; પૂરવદિશિ ચારે આદિ પ્રપંચે, સમર્યા સંપત્તિ સાર. સો૦ ૧૪ પરમેષ્ઠિ સુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કઠોર પુંડરીકગિરિ ઉપર પ્રત્યક્ષ પેખ્યો, મણિધર ને એક મોર; સરૂ સનમુખ વિધિએ સમરતાં, સફળ જન્મ સંસાર. સો૦ ૧૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy