SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રનો છંદ તિહાં બેસી ગુરુ દેશના દેશે, ભવિક જીવના કારજ સરશે, ઉદયવંત મુનિ ઈમ ભણે એક ગૌતમસ્વામી તણો એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ, સાસય સુખનિધિ સંપજે એ. ૪૮ એહ રાસ જે ભણે ભણાવે, વર મંગલ લચ્છી ઘર આવે, મનવંચ્છિત આશા ફલે એ. ૪૯ પ્રભાતે શુદ્ધતાથી એક માળા હંમેશા ગણવી. ૐ હ્રીં શ્રીં અરિહંત ઉવજઝાય ગૌતમસ્વામિને નમઃ ૬ (૭) શ્રી નવકારમંત્રનો છંદ 9 દુહા વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર. ૧ અડસઠ અક્ષર અધિક ફળ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન. ૨ એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. ૩ સકળ મંત્ર શિર મુકુટમણિ, સદ્ગુરુભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીયે નવકાર. ૪ છંદ નવકાર થકી શ્રીપાલ નરેશર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ; મશાન વિષે શિવનામકુમારને સોવનપુરિસો સિદ્ધ; નવ લાખ જપતા નરક નિવારે, પામે ભવનો પાર; સો ભવિયાં ભકતે ચોખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર. બાંધી વડશાખા શિકે બેશી, હેઠલ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર સમર્પો, શ્રાવક ઊડ્યો તે આકાશ; વિધિ રીત જપતાં વિષધર વિષ ટાલ, ઢાલે અમૃતધાર. સો. ૬ ૪૬૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy