________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પૂનમ નિશિ જિમ શહર સોહે, સુરતરુ મહિમા જિમ જગ મોહે. પૂરવ દિસિ જિમ સહસકરો; પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરો. ૪૦.
જિમ સુરતરુવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લબ્ધ ગહગહે એ. ૪૧.
ચિંતામણિ કર ચઢિઓ આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામકુંભ સવિ વશ હુઆ એ, કામગવિ પૂરે મનકામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ઘામિય, સામિય ગોયમ અણુસરો એ. ૪૨
પણવખેર પહેલો પભણીને, માયાબીજ શ્રવણ નિસુણીને, શ્રીમતી શોભા સંભવે એ; દેવહ ધૂરિ અરિહંત નમીજે, વિનય પહુ ઉવજઝાય યુણિજે, ઈણ મંત્રે ગોયમ નમો એ. ૪૩
પુરપુર વસતાં કાંઈ કરુજે, દેશદેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો; પ્રહ ઉઠી ગોયમ સમરીએ, કાજ સુમંગલ તતખણ સિઝે, નવનિધિ વિલસે તાસ ઘરે. ૪૪
ચઉદહ સય બારોત્તર વરસે, ગોયમ ગણધર કેવલ દિવસે. (ખંભ નયર સિરિ પાસ પસાએ,) કિઉં કવિત્ત ઉપગાર કરો; આદેહિ મંગલ એહ પભણીએ, પરમ મહોચ્છવ પહેલો લીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો. ૪૫
ધન્ય માતા જેણે ઉદરે ઘરિયા, ધન્ય પિતા જેણે કુલ અવતરીયા, ધન્ય સદ્ગુરુ જિણે દિખિયા એ, વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કોઈ ન લક્ષ્મ પાર; વડ જિમ શાખા વિસ્તરો એ. ૪૬
ગૌતમસ્વામીનો રાસ ભણીને, ચઉવિત સંઘ રલીયાયત કીજે, સકલ સંઘ આણંદ કરો, કુંકુમ ચંદન છડો દેવરાવો, માણેક મોતીના ચોક પૂરાવો, રાયણ સિંહાસણ બેસણો એ. ૪૭.
૪૬૮