________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે આંતરે, હોશે ચોવીશમાં તીર્થંકર જિન પરમાણ; કેશીસ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે મારે અમૃત વાણ. હાલો૦ ૨.
ચૌદે સ્વપ્ને હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રીરાજ; જિનજી પાસ પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહના વચને જાણ્યા ચોવીશમાં જિનરાજ; મારી કૂખે આવ્યા તારણ તરણ જહાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ; મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુણ્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ. હાલો૦ ૩.
મુજને દોહલો ઉપન્યો બેસું ગજ અંબાડીયે, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન! તાહરા તેજનાં, તે દિન સંભારૂં ને આનંદ અંગ ન માય. હાલો૦ ૪.
કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન! જમણી જંઘે લંછન સિંહ વિરાજતો, મેં તો પહેલે સુપને દીઠો વિસવાવીશ. હાલો૦ ૫.
નંદન ! નવલા બંધવ નંદિવર્ધનના તમે; નંદન! ભોજાઈઓના દીયર છો સુકુમાલ; હસશે ભોજાઈઓ કહી દીયર મહારા લાડકા, હસસે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી ઠુંસા દેશે ગાલ. હાલો૦ ૬
નંદન ! નવલા ચેડારાજાના ભાણેજ છો, નંદન! નવલા પાંચસે મામીના ભાણેજ છો, નંદન! મામલીયાના ભાણેજા સુકુમાલ; હસશે હાથે ઉચ્છાળી કહીને ન્હાના ભાણેજ, આંખો આંજી ને વળી ટપકું કરશે ગાલ. હાલો૦ ૭
નંદન! મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડીયાં ઝાલર મોતી કસબી કોર; નીલાં પીલાં ને વળી રાતાં સરવે જાતિનાં, પહેરાવશે મામી મહારા નંદિકશોર ! હાલો૦ ૮
૪૭૮