________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા કંચન મણિ નિષ્ફન, દંડ કલસ ધજ વડ સહિય; પેખવિ પરમાણંદ, જિણહર ભરોસર મહિય; નિયનિય કાયપ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ; પણમવિ મન ઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય. ૨૭ વયરસામીનો જીવ, તિર્યજાંભક દેવ તિહાં; પ્રતિબોધે પુંડરીક કંડરીક, અધ્યયન ભણી; વળતા ગોયમસામી સવિ, તાપસ પ્રતિબોધ કરે; લેઈ આપણે સાથ, ચાલે જેમ જૂથાધિપતિ. ૨૮ ખીર ખાંડ વૃતિ આણી, અમિઅ વુઠ અંગુઠ હવે; ગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સવે; પંચસયા શુભ ભાવ, ઉજ્જવલ ભરિયો ખીર મિસે; સાચા ગુરુ સંયોગ કવળ, તે કેવળ રૂપ હુઆ. ૨૯ પંચસયા જિણનાહ, સમવસરણ પ્રકાર ત્રય; પેખવિ કેવલનાણ, ઉપ્પનૂ ઉજ્જોય કરે; જાણે જિણહ પીયૂષ, ગાજંતી ઘણ મેઘ જિમ; જિનવાણી નિસુeઈ, નાણી હુઆ પંચસયા. ૩૦
વસ્તુ છંદ ઈણે અનુક્રમે ઈણે અનુક્રમે નાણસંપન્ન; પન્નરહ સય પરિવરિય હરિય, દુરિય જિણનાહ વંદઈ; જાણવિ જગગુરુ વયણ, તિહ નાણ અપ્યાણ નિંદઈ; ચરમ જિણેસર ઈમ ભણઈ, ગોયમ મ કરિસ ખેલ; છેહી જઈ આપણ સહી, હોસું તુલ્લા બેઉ. ૩૧
ઢાળ ૫ મી (ભાષા) સામિઓ એ વીર નિણંદ, પુનિમચંદ જિમ. ઉલ્લસિએ; વિહરીઓ એ ભરહવાસમ્મિ વરિસ બહુત્તર સંવસિએ; ઠવતો એ કણય પઉમેવ, પાયકમળ સંઘે સહિએ, આવિઓ એ નયણાનંદ, નયર પાવાપુરી સુરમહિય. ૩૨
૪૬ ૬