________________
= 'શ્રી ગૌતમ સ્વામીનો રાસ )
ઈણ અનુક્રમે ગણહર રમણ, થાપ્યા વીર અગ્યાર તો; તવ ઉપદેશે ભુવનગુરુ, સંજમાં વ્રત બાર તો; બિહું ઉપવાસે પારણું એ, આપણપે વિહરંત તો; ગોયમ સંજમ જગ સયલ, જય જયકાર કરંત તો. ૨૧
(વસ્તુ છંદ) ઈદ ભૂઈઅ ઈદ ભૂઈઅ, ચડિય બહુમાન; હુંકારો કરી સંચરિઓ, સમવસરણ પુહતો તુરંત તો; ઈહ સંસય સામિ સવે, ચરમનાહ ફેડે ફરંત; બોધિબીજ સક્ઝાય મને, ગોયમ ભવહ વિરત્ત; દિખ લેઈ સિખા સહિય, ગણહરાય સંપત્ત. ૨૨
ઢાળ ૪ થી (ભાષા) આજ હુઓ સુવિહાણ, આજ પચેલીમાં પુણ્ય ભરો; દીઠા ગોયમસામિ, જો નિયનયણે અમિય ઝરો; સિરિ ગોયમ ગણહાર, પંચસયા મુનિ પરવરિય; ભૂમિય કરય વિહાર, ભવિયણ જન પડિબોહ કરે; સમવસરણ મઝાર, જે જે સંશય ઉપજે એક તે તે પરઉપગાર, કારણ પૂછે મુનિપવરો. ૨૩ - જિહાંજિહાં દીજે દિખ, તિહાંતિહાં કેવલ ઉપજેએ; આપ કન્ડે અણહુત, ગોયમ દીજે દાન ઈમ; ગુરુ ઉપર ગુરુભત્તિ, સામિાય ગોયમ ઉપનીય; ઈણ છલ કેવલનાણ, રાગજ રાખે રંગભરે. ૨૪ જો અષ્ટાપદ શૈલ, વંદે ચઢી ચઉવીશ જિણ; આતમ લબ્ધિ વસેણ, ચરમસરીરી સોઈ મુનિ; ઈઅ દેસણ નિસુeઈ, ગોયમ ગણહર સંચલિઓ; તાપસ પન્નરસએણ તો; મુનિ દીઠો આવતો એ. ૨૫ તવસોસિય નિય અંગ, અમ્ય શક્તિ નવિ ઉપજે એ; કિમ ચઢશે દૃઢકાય, ગજ જિમ દીસે ગાજતો એ; ગિરુઓ એ અભિમાન, તાપસ જો મન ચિંતવે એ; તો મુનિ ચઢીયો વેગ, આલંબવિ દિણકર કિરણ. ૨૬
૪ ૬૫