________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કાંતિસમૂહે ઝલહલકતા, ગયણવિમાણે રણરણકતા; પેખવી ઇંદભૂઈ મન ચિંતે, સુર આવે અમ્હ યજ્ઞ હોવંતે. ૧૩ તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહોતા ગહગહતા; તો અભિમાને ગોયમ જંપે, ઈણ અવસરે કોપે તણુ કંપે. ૧૪ મૂઢ લોક અજાણીઓ બોલે, સુર જાણતા ઈમ કાંઈ ડોલે; મૂ આગલ કો જાણ ભણીજે, મેરૂ અવર કિમ ઉપમા દીજે. ૧૫ વસ્તુછંદ
વીર જિણવર વીર જિણવર નાણસંપન્ન, પાવાપુરી સુરમહિય પત્તનાહ સંસારતારણ; તિહિંદેવેહિં નિમ્નવિય, સમવસરણ બહુ સુખકારણ, જિનવર જગ ઉજ્જોઅ કરે તેજે કરી દિનકાર; સિંહાસણ સામિયઠવ્યો, હુઓ સુજય જયકાર. ૧૬ ઢાળ ૩ જી (ભાષા)
તવ ચઢિયો ઘણ માણ ગજે, ઇંદભૂઈ ભૂદેવ તો, હુંકારો કરી સંચરઓ કવણસું જિણવર દેવ તો; જોજન ભૂમિ સમોવસરણ, પેખે પ્રથમારંભ તો, દહદિસિ દેખે વિબુધવધૂ, આવતી સુરરંભ તો. ૧૭ મણિમય તોરણ દંડ ધજા, કોસીસે નવ ઘાટ તો, વૈર વિવર્જિત જંતુગણ, પ્રાતિહારજ આઠ તો; સુર નર કિન્નર અસુરવર, ઇંદ્ર-ઇંદ્રાણી રાય તો, ચિત્ત ચમક્રિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો. ૧૮ સહસિકરણ સમ વીરજિણ, પેખવી રૂપ વિશાળ તો, એહ અસંભવ સંભવે એ, સાચો એ ઇંદ્રજાળ તો; તવ બોલાવે ત્રિજગગુરુ, ઇંદુભૂઈ નામેણ તો, શ્રીમુખ સંશય સામિ સર્વે, ફેડે વેદપએણ તો. ૧૯ માન મેલ્હી મદ ઠેલી કરી, ભગતે નામે સીસ તો; પંચસયાશું વ્રત લીયો એ, ગોયમ પહિલો સીસ તો; બંધવ સંજમ સુણવી કરી, અગનિભૂઈ આવેઈ તો, નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિબાધેઈ તો. ૨૦
૪૬૪