________________
શ્રી ગૌતમ સ્વામીનો રાસ
રૂવે મયણ અનંગ કરવિ, મેલ્ડિઓ નિરઘાડિય, ઘીરમેં મેરૂ ગંભીર સિધુ, ચંગમ ચય ચાડીય. ૪ પેખવિ નિરૂવમ રૂવ જાસ, જણ જંપે ય કિંચય; એકાકી કિલ ભીત ઈથ્ય, ગુણ મેહલ્યા સંચિય, અહવા નિશ્ચે પુર્વી જમ્મુ, જિણવર ઈણ અંચિય; રંભા પઉમા ગોરી ગંગ, રતિ હા વિધિ વંચિય. ૫ નહિ બુધ નહિ ગુરૂ કવિ, ન કોઈ જસુ આગલ રહિઓ, પંચસયા ગુણપાત્ર છાત્ર, હિંડે પરવરિયો; કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્યામતિ મોહિય, ઈણ છળ હોશે ચરમ નાણ, ક્રંસહ વિસોહિય. ૬
વસ્તુ છંદ જંબુદીવહ જંબુદીવહ, ભરહવાસંમિ, ખોણીતલ મંડણ મગધ દેશ, સેણિય નરેસર; ધણવર ગુબ્બર ગામ તિહાં, વિષ્પ વસે વસુભૂઈસુંદર, તસુ ભજ્જા પુહવી સયલ, ગુણગણ રૂવ નિહાણ; તાણ પુત્ત વિદ્યા નિલઓ, ગોયમ અતિહિ સુજાણ. ઢાળ ૨. જી (ભાષા)
ચરમ જિણેસર કેવલનાણી, ચ િ સંઘ પઈટ્ટા જાણી; પાવાપુરી સામી સંપત્તો, ચઉહિ દેવનિકાયહિ જુત્તો. ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે; ત્રિભુવનગુરૂ સિહાંસણ બઈટ્ટા, તખિણ મોહ દિગંતે પઈટ્ટા. ૯ ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચૌરા; દેવદુંદુહિ આકાશે વાજે, ધર્મ નરેસર આવીયા ગાજે. ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ ઈંદ્ર જસુ માગે સેવા; ચામર છત્ર શિરોવરિ સોહે, રૂપે જિનવર જગ સહુ મોહે. ૧૧ ઉવસમ રસભર ભરી વરસંતા, જોજન વાણી વખાણ કરતાં; જાવિવક્રમાણ જિણપાયા, સુર નર કિન્નર આવે રાયા. ૧૨
૪૬૩