SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુ આલોયણા એણી વિધે એ આરાધના, ભવિ કરશે જેહ; સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તેo ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે૦ ૩૬ (૩) લઘુ આલોયણા , પ્રથમ નમું અરિહંતને, બીજા સિદ્ધ ભગવંત પ્રભુજી; ત્રીજા ગુરુ ગુણવંતને, મેં કીધાં પાપ અનંત પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડં. એ ટેક૦ ૧ આલોવું પાપને આ સમે, સિદ્ધ અનંતી સાખ; પ્ર0 કૃત્ય અઘોર મેં જે કર્યા, ઉઘાડી નહિ આંખ. પ્ર0 તે૦ ૨ ત્રસ થાવર જીવમેં હણ્યા, કરવાને મુજ સુખ; પ્ર0 જીવ કાયાથી જુદા કર્યા, મેં દીધા અનંતાને દુ:ખ. પ્ર૦ તેo ૩ પૃથ્વીના પેટ મેં ફોડીઆ, તોડી સરોવર પાળ; પ્ર૦ અગ્નિ આરંભ કીધા ઘણાં, છોડાવ્યા ધાવંત બાળ. પ્ર. તે ૪ પગપંખ પકડીને તોડીઆ, છેદ્યા કઈકના શીશ; પ્ર0 કઈકને મસળીને મારીઆ, કઈક ઉપર કિધી રીસ. પ્ર. તે) ૫ જુઠું બોલીને જશ ખાટવા, મલકાણો મનમાય; પ્ર0 હસી હસીને કર્મમેં બાંધીઆ, પસ્તાવો ઘણું થાય. પ્ર૦ તે૦ ૬ માન મેળવવાને કારણે, વળી ભરવા મુજ પેટ; પ્ર) આડું ને અવળું મેં વિતર્યું, ભાન ભુલી થયો મેટ. પ્ર૦ તેo ૭ ચોરીતણો માલમેં ચોરીઓ, આપીને અતિવિશ્વાસ; પ્ર) વિષય તણો વૃદ્ધી થયો, કઈકની વાળી સત્યાનાશ. પ્ર૦ તેo ૮ કામભોગ કીધા ઘણા, આભવ પરભવ માંય; પ્ર) અંધ બન્યો અતિ એ વિષે, વિચાર ન કર્યો લગાર. પ્ર. તે૦ ૯ લપટાણું રમણીના રાગમાં, લુંટાણું મોહ બજાર; પ્ર) રતિ એક ધર્મ કર્યો નહિ, કોણ કરે એની સાર. પ્ર. તે ૧૦ ૧. વિખેરી, દૂર કરી. ૧૪પ૯) ૪પ૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy