________________
અહંદ્રગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા કઠણ કર્મ બાંધી કરી, ભોળું કીધું ધન ધાન્ય; પ્ર૦ પ્રાણ છૂટ્યા ત્યાં પડી રહ્યો, આવી નહિ સુદ્ધ ને સાન. પ્ર. તે ૧૧ માલમત્તા ધન મેળવ્યાં, આ જીવે અનંતીવાર; પ્ર0 મારું મારું કરી રહ્યા, દુઃખ છે અપરંપાર. પ્ર૦ તે૦ ૧૨ ક્રોધ ને માન કીધા ઘણા, રાખી ખરેખરો ખાર; પ્ર0 કપટ કળા મેં કેળવી, આ જીવે અનંતીવાર. પ્ર0 તે૦ ૧૩ મનમેં મગરૂર બન્યો, મેળવ્યો મજબુત પાપ; પ્ર૦. અહંકારને અંગે ઘર્યો, જગ્યા નહિ તુજ જાપ. પ્ર. તે ૧૪ મોહ તણા મધુ પાનથી, થયો ઘણું જડ વંક; પ્ર૦ શું સત્ય છે તે સમજ્યો નહિ, મૃગ પડ્યા જેમ પાસ. પ્ર0 તે૧૫ વ્રત લઈને ભાંગીયા, આપી ગુરુજીને ગાળ; પ્ર0 ઘન માટે દગો દીઓ, કુડા ચડાવ્યા આળ. પ્ર૦ ૦ ૧૬ લોભે ને લોભે જીવડો, ઊગર્યો નહિ એક; પ્ર. રૌદ્ર ધ્યાન દયે ધર્યો, માર્યા જીવ અનેક. પ્ર... તે ૧૭ ભોળા જનને ભરમાવીયા, અસુદ્ધ કરી આચાર. ધર્મ તણો દ્વેષી થયો, માંડ્યો ઢોંગ અપાર. પ્રતે ૧૮ એવા અન્યાય કીધા ઘણા, કહેતાં નાવે પાર; પ્ર૦ કહે કવિ જિન નમી કરી, આલોવું છું નિરધાર. પ્ર. તે૦ ૧૯
ચાર શરણાં
મુજને ચાર શરણાં હોજો, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવળી ધર્મ પ્રકાશીયો, રત્ન અમૂલખ લાધુજી. મુ૦ ૧. ચિહું ગતિતણાં દુઃખ છેદવા, સમરથ શરણા એહોજી; પૂર્વે મુનિવર હુઆ તેણે કીધાં શરણાં તેહોજી. મુ) ૨. સંસાર માંહિ જીવને, સમરથ શરણાં ચારોજી, ગણિ સમયસુંદર ઈમ કહે, કલ્યાણ મંગલકારોજી. મુo ૩.
૪૬૦