________________
શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ
કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડા કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તેo ૯ ચાડી કીધી ચોતરે, કીધો થાપણમોસો; કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો તે) ૧૦ ખાટકીને ભવ મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલા, માર્યા દિનરાત. તે૦ ૧૧ કાજી મુલ્લાને ભલે, પઢી મંત્ર કઠોર; જીવ અનેક ઝબ્બે કયાં, કીધાં પાપ અઘોર. તે) ૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યા પાશ. તે) ૧૩ કોટવાળને ભવે મેં કિયા, આકરા કર દંડ; બંદીવાન મરાવીયા, કોરડા છડી દંડ. તે૦ ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિમ્મ. તે૧૫ કુંભારને ભવે મેં કિયા, નીમાહર પચાવ્યા; તેલી ભવે તલ પીલીયાં, પાપે પીંડ ભરાવ્યા. તે) ૧૬ વહાલી ભવે હળ ખેડીયાં, ફાડ્યાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે ૧૭ માળીને ભવે રોપીયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફલ ફુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે ૧૮ અધોવાઈયાને ભવે, ભર્યાં અધિક ભાર; પોઠી પૂંઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. તેઓ ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુવાદ અભ્યાસ. તે) ૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ;
મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે) ૨૧ ૧. વિનાશ, ૨. નીંભાડા, ૩. ખેડુત, ૪. ગાડાં ભાડે ફેરવનાર, ૫. પોઠીયા-બળદ, ૬. ન આણી.
૪૫૭