________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી વિજયદેવસૂરીદ પટ્ટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કતિવિજય સુરગુરુ સમો, તસ શિષ્ય વાચક વિનયવિજયે, શુક્યો જિન ચોવીશમો. ૩ સય સત્તર સંવત ઓગણત્રીશે (૧૭૨૯) રહી રાંદેર ચોમાસ એ; વિજયાદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્યપ્રકાશ એ. ૫
Es (૨) પદ્માવતી આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે, જાણપણું જગતે ભલું, ઈણ વેલા આવે. ૧ તે મુજ મિચ્છા મિ દુક્કડ, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે ૨ સાત લાખ પૃથ્વીતણા. સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે૦ ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહ સાધારણ; બી તિ ચઉરિદ્રિ જીવના, બે બે લાખ વિચાર. તે૦ ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે૦ ૫ ઈણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂં, દુર્ગતિના દાતાર. તે૦ ૬ હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તેo ૭ પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભમેં કીયાં, વળી રાગ ને દ્વેષ. તે૦ ૮
૪૫૬