SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ શ્રીમતિને એ વળી, મંત્ર ફળ્યો તત્કાલ, ફણિધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમારે જોગી, સોવનપુરૂષો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાખ્યો, આરાધન કેરો વિધિ, જેણે ચિત્તમાંહિ રાખ્યો; તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાખ્યો, જિન વિનય કરતા, સુમતિ અમૃત રસ ચાખ્યો. ૮ ઢાળ આઠમી (નમો ભવિ ભાવશું.એ દેશી.) સિદ્ધારથ રાય કુળતિલો એ, ત્રિશલા માતા મલ્હારતો; અવનીતલ તમે અવતર્યા, એ કરવા અમ ઉપકાર, જયો જિન વીરજી એ. ૧ મેં અપરાધ કર્યાં ઘણા એ કહેતાં ન લહું પાર તો; તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો તાર. જયો૦ ૨ આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ! જયો૦ ૩ કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાલ તો; હું છું એહથી ઉભગો એ, છોડાવો દેવ દયાલ. જય૦ ૪ આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દંદોલ તો; તુઠો જિન ચોવીશમો એ, પ્રગટ્યાં પુણ્ય કલ્લોલ. જયો૦ ૫ ભવે ભવે વિનય કુમારડોએ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ, બોધિબીજ સુપસાય. જયો૬ કળશ ઈહ તરણ તારણ સુગતિકારણ, દુઃખનિવારણ જગ જયો; શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલ્લટ થયો: ૧ ૪૫૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy