________________
શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ તીડ. ભમરા ભમરીયો, કોતાબગ ખડમાંકડી એ. ૨૨. એમ ચઉરિંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૨૩. જળમાં નાખી જાળ, જળચર દુહવ્યાં, વનમાં મૃગ સંતાપીયા એ. ૨૪. પડ્યા પંખી જીવ, પાડી પાશમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ. ૨૫. એમ પંચેદ્રિ જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુક્કડં. એ. ૨.
ઢાળ ૩ જી
(વાણી વાણી હિતકારી જી) ક્રોધ લોભ ભય હાસ્યથી જી, બોલ્યા વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાં જી, લીધા જેલ અદત્ત રે જિનજી ! મિચ્છામિ દુક્કડં આજ. તુમ શાખે મહારાજ રે જિનજી ! દેઈ સારૂં કાજ રે જિનાજી! મિચ્છામિ દુક્કડં આજ. ૧. એ આંકણી દેવ મનુષ્ય તિર્યંચનાં જી, મૈથુન સેવ્યાં જેહ; વિષયારસ સંપટપણે જી, ઘણું વિડંખ્યો દેહ રે. જિનજી૦ ૨. પરિગ્રહની મમતા કરી છે, ભવ ભવ મેલી આથ; જે જિહાં તે તિહાં રહ્યું છે, કોઈ ન આવે સાથ રે. જિનજી) ૩. રયણીભોજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; ૧રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી૦ ૪. વ્રત લેઈ વિસારીમાં , વળી ભાંગ્યાં પખાણ; કપટ હેતુ કિરિયા કરી જી, કીધાં આપ-વખાણ રે. જિનજી૦ ૫. ત્રણે ઢાળે આઠે
હે જી, આલોયા અતિચાર; શિવગતિ આરાધન તણો જી; એ પહેલો અધિકાર રે. જિનજી! મિચ્છામિ દુક્કડ આજ. ૬.
ઢાળ ચોથી
(સાહેલડીજીએ દેશી) પંચ મહાવ્રત આદરી સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો, યથાશક્તિ વ્રત આદરી સાહેલડી રે, પાળો નિરતિચાર તો. ૧ વ્રત લીધાં સંભારીએ સા૦, હેડે ધરીએ વિચાર તો; શિવગતિ આરાધનતણો સારુ, એ બીજો અધિકાર તો. ૨
૧. જિહવા - જીભ.
૪૫૧