________________
શ્રી પુણય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ
ઢાળ પહેલી (કુમતિ એ છિંડી કહાં રાખી-એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે. પ્રાણી! જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રાણી. એ આંકણી. ગુરુ ઓળવીએ નહીં, ગુરુ વિનય કાળે ધરી બહુમાન; સૂત્ર અરથ તદુભય કરી સૂધાં ભણીએ વહી ઉપધાન રે. પ્રાણી) જ્ઞા૦ ૨. જ્ઞાનો પગરણ પાટીપોથી, ઠવણી નોકારવાલી તેહતણી કીધી આશાતના જ્ઞાનભક્તિ ન સંભાલી રે. પ્રા) જ્ઞા) ૩. ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આ ભવ પરભવ વળી ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા) જ્ઞા૦ ૪.
પ્રાણી ! સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે. પ્રાણી સમકિત લ્યો શુદ્ધ જાણી. જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુતાણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખ રે. પ્રા૦ સ0 ૫. મૂઢપણું ઠંડો પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થિરતા, ભક્તિ પરભાવના કરીયે રે. પ્રા) સ૦ ૬. સંઘ ચૈત્ય પ્રાસાદતણો જે, અવર્ણવાદ મન લેખ્યો, દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો, વિણસંતો ઉવેખ્યો રે. પ્રા૦ સ૦ ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રા૦ સ૦ ૮.
પ્રાણી! ચારિત્ર લ્યો ચિત્ત આણી, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી; આઠે પ્રવચન માય; સાધુતણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા૦ ચા૦ ૯. શ્રાવકને ધર્મે સામાયિક પોસહમાં મન વાળી; જે જયણાપૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા. ૧૦. ઈત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડહોળ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ; મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રા૦ ચા૦ ૧૧. બારે ભેદે તપ નવિ કીધો, છતે જોગે નિજ શક્તિ; ધર્મે મન વચ કાયા વીરજ, નહિ ફોરવાયું ભગતે રે. પ્રા૦ ચા૦ ૧૨. તપ વીરજ આચાર, એણી પરે વિવિધ
४४८