________________
અહ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા | શ્રી ધૃતજ્ઞોન - પાર્શ્વનાથાય નમ: II અહંદ–ગુણ–વારિધિ–નરેન્દ્ર-નૌકા
વિભાગ ૫ મો
.
-
------
------------
-
-
--
--
--
[શ્રી પુન્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ ] HH (૧) શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન BE
દોહા સકળ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય; સદ્ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જયો, વર્ધમાન વડ વીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમસ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમાવો સયળ જે, યોનિ ચોરાશી લાખ. ૫ વિધિશું વળી વોસરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર “શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. ૬ “શુભકરણી અનુમોદીએ, ભાવ ભલો મન આણ; “અણસણ અવસર આદરી, “નવપદ જપો સુજાણ. ૭ શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. ૮
-
४४८