________________
પૂર્વાચાર્યોકત સક્ઝાય સંગ્રહ
પહોરમાંહે ઉપજંતો હાર્યો, ક્રોધે કેવલનાણજી; દેખો શ્રી દમસાર મુણીસર, સૂત્ર ગુણ્યો ઉઠાણજી. આ૦ ૨૭ સિંહ-ગુફાવાસી ઋષિ કીધો, થૂલિભદ્ર ઉપર ક્રોધજી; વેશ્યા વચન ગયો નેપાલે, કીધો સંજમ લોપજી. આ૦ ૨૮ ચંદ્રાવતંસક કાઉસ્સગ્ન રહિયો, ક્ષમાતણો ભંડારજી; દાસી તેલ ભર્યો નિશિ દીવો, સુર પદવી લહી સારજી. આ૦ ૨૯ એમ અનેક તર્યા ત્રિભુવનમેં, ક્ષમા ગુણે ભવિ જીવજી; ક્રોધ કરી કુગતે તે પહોતા, પાડતા મુખ રીવજી. આ૦ ૩૦ , વિષ હળાહળ કહીયે વિરુઓ, તે મારે એક વારજી; પણ કષાય અનંતી વેળા, આપે મરણ અપારજી. આ૦ ૩૧ ક્રોધ કરતા તપજપ કીધાં, ન પડે કાંઈ ઠામજી; આપ તપે પરને સંતાપે, ક્રોધશું કેહો કામજી ? આ૦ ૩૨ ક્ષમા કરતા ખરચ ન લાગે, ભાંગે ક્રોડ કલેશજી; અરિહંત દેવ આરાધક થાયે, વ્યાપે સુજસ પ્રદેશજી. આ૦ ૩૩ નગરમાંહે નાગોર નગીનો, જિહાં જિનવર પ્રાસાદજી; શ્રાવક લોક વસે અતિ સુખિયા, ધર્મતણે પરસાદજી. આ૦ ૩૪ ક્ષમા છત્રીશી ખાંતે કીધી, આતમ પરઉપગારજી; સાંભળતાં શ્રાવક પણ સમજ્યાં, ઉપશમ ધર્યો અપારજી. આ૦ ૩૫ જુગપ્રધાન જિણચંદ્રસૂરીસર, સકલચંદતસુ શિષ્યજી; સમયસુંદર તસુશિષ્ય ભણેઈમચતુર્વિધ સંઘજગીશજી. આ૦ ૩૬
४४७