________________
અર્ધગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક્રોધ કરી ખંધક આચારજ, હુઓ અગ્નિકુમારજી; દંડક નૃપનો દેશ પ્રજાળ્યો, ભમશે ભવહ મજારજી. આ૦ ૧૪ ચંડરૌદ્ર આચારજ મળતાં, મસ્તક દીપ પ્રહારજી; ક્ષમા કરતો કેવલ પામ્યો, નવદીક્ષિત અણગારજી. આ૦ ૧૫ પાંચવાર ઋષિને સંતાપ્યો, આણી મનમાં દ્વેષજી; પંચભવ સીમ દહ્યો નંદનાદિક, ક્રોધ તણા ફલ દેખજી. આ૦ ૧૬ સાગરચંદનું શીષ પ્રજાળી, નિશિ નભસેન નરિંદજી; સમતા ભાવ ધરી સુરલોકે, પહોતો પરમાનંદજી. આ0 ૧૭ ચંદના ગુરૂણીએ ઘણું નિબંછી ધધિ તુજ આચારજી; મૃગાવતી કેવલસિરિ પામી, એહ ક્ષમા અધિકારજી. આ૦ ૧૮ શાંબ પ્રદ્યુમ્નકુમારે સંતાપ્યો કૃષ્ણ દ્વૈપાયન સાહજી; ક્રોધ કરી તપનું ફલ હાર્યો, દીધો દ્વારિકા દાહજી. આ૦ ૧૯ ભરતને મારણ મૂઠી ઉપાડી, બાહુબલ બલવંતજી; ઉપશમરસ મનમાંહે આણી, સંજમ લે મતિમંતજી. આ૦ ૨૦ કાઉસ્સગ્નમાંચડીયો અતિક્રોધે પ્રસન્નચંદ ઋષિરાયજી; સાતમી નરક તણાં દુઃખ મેલ્યાં, કડુ તેણ કષાયજી. આ૦ ૨૧ આહારમાંહે ક્રોધે ઋષિ શૃંક્યો આણ્યો અમૃત ભાવજી; કૂરગડુએ કેવલ પામ્યું, ક્ષમાણે પરભાવજી. આ૦ ૨૨ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધા, કમઠ ભવાંતર ધીઠજી; નરક તિર્યંચતણા દુઃખ લીધા, ક્રોધતણાં ફલ દીઠજી. આ૦ ૨૩ ક્ષમાવંત દમદંત મુનિશ્વર, વનમાં રહ્યો કાઉસ્સગ્ગજી. કૌરવ કટક હણ્યો ઈટાલે, તોડ્યા કર્મના વર્ગ'. આ૦ ૨૪ શવ્યાપાલક કાને તરૂઓ, નામ ક્રોધ ઉદીરજી; બિહું કાને ખીલા ઠોકાણા, નવિ છૂટ્યા મહાવીરજી. આ૦ ૨૫ ચાર હત્યાનો કારક હુંતો, દૃઢપ્રહાર અતિરેકજી; ક્ષમા કરીને મુકતે પહોતો, ઉપસર્ગ સહ્યા અનેકજી. આ૦ ૨૬
રાજ: