SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ (૨) ક્ષમા છત્રીશી આદર જીવ ક્ષમા ગુણ આદર, મ કરીશ રાગ ને દ્વેષજી. સમતાએ શિવસુખ પામીજે, ક્રોધે કુગતિ વિશેષજી. આ૦ ૧ સમતા સંજમ સાર સુણીજે, કલ્પસૂત્રની શાખજી; ક્રોધ પૂર્વ કોડી ચારિત્ર પાલે, ભગવંત એણીપરે ભાખજી. આ૦ ૨ કુણ કુણ જીવ તર્યા ઉપશમથી, સાંભળ તું દૃષ્ટાંતજી; કુણ કુણ જીવ ભમ્યા ભવમાંહે, ક્રોધતણે વીરતંતજી. આ૦ ૩ સોમિલ સસરે શીષ પ્રજાળ્યું, બાંધી માટીની પાળજી; ગજસુકુમાલ ક્ષમા મન ધરતો, મુતિ ગયો તત્કાળજી. આ૦ ૪ કુલવાલુઓ સાધુ કહાતો, કીધો ક્રોધ અપારજી; કોણિકની ગણિકા વશ ડિયો, રડવડીયો સંસારજી. આ૦ ૫ સોવનકાર કરી અતિવેદન, વ્યાઘ્રશું' વીંટ્યું શીષજી; મેતારજ ઋષિ મુગતે પહોતો, ઉપશમ એહ જગીશજી. આ૦ ૬ ક્રુડ અકુરૂડ બે સાધુ કહતા, રહ્યા કુણાલા ખાળજી, ક્રોધ કરી કુગતે તે પહોતા, જનમ ગમાયો આળજી. આ૦ ૭ કર્મ ખપાવી મુગતે પહોતા, ખંઘકસૂરિના શિષ્યજી; પાલક પાપીએ ઘાણી પીલ્યા, નાણી મનમાં રીસજી. આ૦ ૮ અ ંકારી નારી અચુકી, ત્રોડ્યો પિયુશું નેહજી; બબ્બર કુલ સહ્યાં દુઃખ બહુલા, ક્રોધતણાં ફળ એહજી. આ૦ ૯ વાઘણે સર્વ શરીર વલુર્યું, તત્ક્ષણ છોડ્યા પ્રાણજી; સાધુ સુકોશલ શિવસુખ પામ્યા, એહ ક્ષમાગુણ જાણજી. આ૦ ૧૦ કોણ ચંડાલ કહીજે બિહુમેં, નિરતી નહીં કહે દેવજી; ઋષિ ચંડાલ કહીજે વઢતો, ટાળો વેઢની ટેવજી. આ૦ ૧૧ સાતમી નરકે ગયો તે બ્રહ્મદત્ત, કાઢી બ્રાહ્મણ આંખજી; ક્રોધ તણાં ફળ કડવાં જાણી, રાગ-દ્વેષ ઘો નાંખજી. આ૦ ૧૨ ખંધક ઋષિની ખાલ ઉતારી, સહ્યો પરિસહ જેણજી; ગર્ભાવાસના દુઃખથી છૂટ્યો, સબલ ક્ષમા ગુણ તેણજી. આ૦ ૧૩ ૪૪૫
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy