________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
એમ સંસાર ભમતાં થકાં, જીવા પામ્યો સામગ્રી સાર;
આદર દે છકાયને, જીવા જાય જન્મારો હાર. જી૦ ૨૪ ખોટા દેવ જ પૂજીયા, જીવા લાગ્યો ફુગુરુકો પાસ;
ખોટો ધર્મ જ આદર્યો, જીવા લાગી મિથ્યાત્વની વાસ. જી૦ ૨૫
કબહીક તો નરકે ગયો, જીવા કબહિક હુવો દેવ; પુણ્ય પાપના ફલ થકી, જીવા ચિહું ગતિ કીધો હેવ. જી૦ ૨૬ ઓઘા ને વળી મોહપત્તી, જીવા મેરૂ સમા ડગ કીધ;
સાચી શ્રદ્ધા બાહેરા, જીવા એકે ન કાર્ય સિદ્ધ. જી૦ ૨૭
'
ચાર જ્ઞાનથી પડ્યા પછી, જીવા નરક સાતમી જાય; ચઉદ પૂરવના ભણ્યા, જીવા પડે નિગોદમાંહ્ય, જી૦ ૨૮ ભગવંતધર્મ પામ્યા પછી, જીવા કરણી ન જાયે ફોક; કદાચિત્ પડવાઈ હોવે, જીવા અરધા પુદ્ગલમાં મોક્ષ. જી૦ ૨૯ સૂક્ષ્મ ને બાદરપણે, જીવા મેલી વર્ગણા સાત,
એક પુદ્ગલપરાવર્તની, જીવા ઝીણી ગણી છે વાત. જી૦ ૩૦ પાપ આલોઈએ આપણાં, જીવા આશ્રવ બારાં રોક; જાયે અરધા પુદ્ગલ મધ્યે; જીવા અનંત ચોવીશી મોક્ષ. જી૦ ૩૧ અનંતા જીવ મોક્ષે ગયા, જીવા ટાળી આતમ દોષ;
નવિ ગયા નવિ જાયસે, જીવા ભારીકર્મી મોક્ષ. જી૦ ૩૨
એહવા ભાવ સુણી કરી, જીવા સરધા આણી નાંએ;
જિમ આવ્યો તિમઈજ ગયો, જીવા લાખ ચોરાશી માંહે જી૦ ૩૩
કોઈક ઉત્તમ ચિંતવ્યો, જીવા જાણી અસ્થિર સંસાર;
સાચો મારગ સરધીને, જીવા પોતા મોક્ષ મોઝાર. જી૦ ૩૪
દાન શિયલ તપ ભાવના, જીવા ઈણશું રાખો પ્રેમ; ક્રોડ કલ્યાણ છે તેહના, જીવા ઋષિ જેમલ કહે એમ. જી૦ ૩૫
૪૪૪