________________
અહંદ્રગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મૂકે લગાર રે. પ્રાણી) ૨૪. એવાં કર્મ જીત્યાં નર નારી, તે પહોત્યાં શિવ ઠાય; પ્રભાતે ઉઠી નિત નિત વંદો, ભક્તિએ તેહના પાય રે. પ્રાણી) ૨૫. એમ અનેક નર પંડ્યા કર્મો, ભલભલેરા જે સાજ; ઋષિ હરષ કર જોડીને કહે, નમો નમો કર્મ મહારજ રે. પ્રાણી) ૨૬.
= (૧) જવા પાંત્રીશી , મોહ મિથ્યાતકી નિંદમેં, જીવા સૂતો કાલ અનંત; ભવ ભવમાંહે ભટકીઓ જીવા તે સાંભળ વિરતંત, જીવા તું તો ભુલો રે, પ્રાણી એમ રડીઓ રે સંસાર. એ આંકણી અનંતા જિન હોવે કેવલી, જીવા ઉત્કૃષ્ટા જ્ઞાની અગાધ; ઈણ ભવશું લેખો લીએ, જીવા તારી ન કહે કો આદ. જી૦ ૨ પૃથવી પાણી અગ્નિમાં, જીવા ચઉથી વાઉકાય; એકેકી કાયા મધ્યે; જીવા કાલ અસંખ્યાતો જાય. જી૦ ૩ પાંચમી કાયે વણસ્સઈ, જીવા સાધારણ પ્રત્યેક; સાધારણમાં તું વસ્યો, જીવા તે વિવરો તું દેખ. જી૦ ૪ સોહી અગ્ર નિગોદમેં, જીવા શ્રેણી અસંખ્યાતી જાણ; અસંખ્યાતા પ્રત્ર કહ્યા, જીવા ગોલા અસંખ્યાત જાણ. જી) ૫ એકુકા ગોલા મળે, જીવા અસંખ્યાતા શરીર; એક શરીરમાં જીવડાં, જીવા અનંત કહ્યા મહાવીર. જી૦ ૬ તિણ માંહેથી નીકળી, જીવા મોક્ષ જાયે નિરધાર; એક શરીર ખાલી ન જુઓ, જીવા ન હોશે અનંતાકાલ. જી૦ ૭ એક અભવીને સંગે, જીવા ભવી અનંતા હોય; વળી વિશેષે તેહના, જીવા જનમ-મરણ તું જોય. જી૦ ૮ દોય ઘડી કાચી મધે, જીવા પાંસઠ સહસ મેં પાંચ; છત્રીશ અધિક જાણીએ, જીવા જનમ-મરણની ખાંચ. જી૯ છેદન ભેદન વેદના, જીવા નરકે સહી બહુ વાર; તીણ થકી નિગોદમેં, જીવા અનંતગુણી તું જાણ. જી૦ ૧૦
૪૪૨=
૪૪૨