________________
પૂર્વાચાર્યોકૃત સઝાય સંગ્રહ પાણી રે. પ્રાણી) ૯. પાંચ પાંડવ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી; બાર વરસ લગે વન દુઃખ દીઠાં, ભમીયા જેમ ભિખારી રે. પ્રાણી) ૧૦. સતીય શિરોમણિ દ્રૌપદી કહીએ, પાંચ પુરુષની નાર; સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પાંચ ભરતાર રે. પ્રાણી) ૧૧. કર્મે હલકો કીધો હરિચંદને, વેચી તારા રાણી; બાર વરસ લગે માથે આપ્યું, ડુબતણે ઘેર પાણી રે. પ્રાણી૦ ૧૨. દધિવાહન રાજાની બેટી, ચાવી ચંદનબાળા, રચઉપદની પરે ચઉટે વેચાણી. કર્મતણા એ ચાળા રે. પ્રાણી) ૧૩. સમકિતધારી શ્રેણિક રાજા, બેટે બાંધ્યો મુકે; ધર્મી નરપતિ કર્મે દબાણા, કર્મથી જોર ન કીસકે રે. પ્રાણી) ૧૪. ઈશ્વર દેવને પાર્વતી રાણી, કર્તા પુરુષ કહેવાય, અહોનિશ શમશાનમાંહે વાસો, ભિક્ષા ભોજન ખાય રે. પ્રાણી) ૧૫. સહસ કિરણ સૂરજ પ્રતાપી, રાત દિવસ રહે ભમતો; સોળ કલા શશહર જગ ચાવો, દિન દિન જાયે ઘટતો રે. પ્રાણી) ૧૬. નળરાજા પણ જુગટે રમતા, અરથ ગરથ રાજ્ય હાર્યો; બાર વરસ લગે વન દુઃખ દીઠાં, તેને પણ કર્મે ભમાડ્યો રે. પ્રાણી૦ ૧૭. સુદર્શનને શૂળીયે દીધો, મુંદરાએ માગી ભિખ; તમસ ગુફા મુખ કોણિક બળીયો, માની ન કોઈની શિખરે. પ્રાણી૦ ૧૮. ગજ મુનિના શિર ઉપર સગડી, સાગરદત્તે બાળ્યું શિષ; મેતારજ વાધરે વિટાણા, ક્ષણ ન આવી રીસ રે. પ્રાણી) ૧૯. પાંચશે સાધુ ઘાણીમાં પીલ્યા, રોષ ન આણ્યો લગાર; પૂરવ કર્મે ઢંઢણ ઋષિને, ષટ્ માસ ન મળ્યો આહાર રે. પ્રાણી) ૨૦. ચૌદ પૂરવધર કર્મતણે વશ, પડ્યા નિગોદ મઝાર, આદ્રકુમાર અને નંદિષેણે, ફરી વાસ્યો ઘરવાસ રે. પ્રાણીઓ ૨૧. કલાવતીના કર છેદાણા, સુભદ્રા પામી કલંક; મહાબળ મુનિનું ગાત્ર પ્રજાવ્યું કર્મતણા એ વંક રે, પ્રાણી૦ ૨૨. દ્રૌપદી હેતે પદ્મનાભનું. ફોડ્યું કૃષ્ણ ઠામ; વીરના કાને ખીલા ઠોકાણા, પગે રાંધી ખીર તામ રે. પ્રાણી) ૨૩. કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મઝાર; મેરૂશિખર ઉપર ચડે પણ, કર્મ ન ૧. ચતુર-ડાહી, ૨. પશુની માફક, ૩. શંકરદેવ, ૪. ચંદ્ર, ૫. મુંજ રાજાએ
૪૪૧