________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સંધ્યા આવશ્યક સાચવે, જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દૃઢ હોય, સાગારી અણસણ લે સોય. ૨૦ કરે મનોરથ મન એહવા, તીરથ શેત્રુંજે જાયવા; સમેતશિખર આબૂ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાય ભવનો છે; આઠે કર્મ પડે પાતળા, પાપતણા છૂટે આમળા. ૨૨ વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહે જિનહર્ષ ઘણે સસનેહ, કરણી દુઃખહરણી છે એહ. ૨૩
E (૮૪) કર્મ પચ્ચીશીની સઝાય |
દેવ દાનવ તીર્થકર ગણધર, હરિ હર નવર સબળા; કર્મ સંયોગે સુખ દુઃખ પામ્યા, સબળ હુઆ મહા નબળા રે પ્રાણી ! કર્મ સમો નહિ કોય, કીધાં કર્મ વિના ભોગવીમાં છૂટકબારો ન હોય રે. પ્રા૦ ૧. એ આંકણી. આદીશ્વરને અંતરાય વિડંખ્યો; વર્ષ દિવસ રહ્યા ભુખે; વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કૂખે રે. પ્રાણીઓ ૨. સાઠ સહસ સુત એક દિન મૂઆ, સામત શૂરા જેસા; સગર હુઓ મહા પુત્રે દુઃખીઓ, કર્મતણાં ફળ એસા રે. પ્રાણી) ૩. બત્રીશ સહસ દેશનો સાહેબ, ચક્રી સનતકુમાર; સોળ રોગ શરીરે ઉપન્યા, કરમે કીયો તસ ખુવાર રે. પ્રાણી૪. સુભૂમ નામે આઠમો ચક્રી, કર્મે સાયર નાખ્યો; સોળ સહસ યક્ષે ઉભાં દીઠો, પણ કણહી નવિ રાખ્યો રે. પ્રાણી૫. બ્રહ્મદત્ત નામે બારમો ચકી, કમેં કીધો રે અંધો; એમ જાણી પ્રાણી વિણ કામે, કોઈ કર્મ મત બાંધો રે. પ્રાણી. ૬. વિશ ભુજા દશ મસ્તક હુંતા, લક્ષ્મણે રાવણ માર્યો એકલડે જગ સહુને જીત્યો, કર્મથી તે પણ હાર્યો રે. પ્રાણી) ૭. લક્ષ્મણ રામ મહાબળવંતા, વળી સત્યવંતી સીતા; બાર વરસ લગે વનમાંહે ભમીયા, વીતક તસ બહુ વીત્યાં રે. પ્રાણી, ૮. છપ્પન કોડ જાદવનો સાહેબ, કૃષ્ણ મહાબળી જાણી અટવીમાંહિ એકલડો મૂઓ, વલવલતો વિણ
४४०