SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ ક્રોડ ઉપાય જો કીજિયે, તો પણ નવિ રખાય રે; સ્વજન મેલાવો રે તેહનો, કીધો અગ્નિશું દાહ રે. ગર્વ૦ ૬ જરા કુંવર જંગલ વસે, વનમાં ખેલે શિકાર રે; હિર પગ પદ્મને પેખીને, મૃગની ભ્રાંતિ તેણી વાર રે. ગર્વ૦ ૭ કૃષ્ણ સરીખો રે રાજવી, બળભદ્ર સરીખો છે ભાઈ રે; જંગલમાં જૂઓ તેહને, તાકી નાખ્યો છે તીર રે. ગર્વ૦ ૮ બત્રીશ સહસ્ત્ર અંતેઉરી. ગોપી સોળ હજાર રે; તરસે તરફડે ત્રીકમો; નહિ કોઈ પાણી પાનાર રે. ગર્વ ૯ કોટીશિલા ઉંચી કરી, ગિરિધારી ધરતો નામ રે; બેઠા ન થવાણું તિહાં થકી, જીઓ જુઓ કર્મના કામ રે. ગર્વ૦ ૧૦ જન્મતાં કેણે નવિ જાણીયા, મરતાં નહિ કોઈ રોનાર રે; મહા અટવીમાંહી એકલા, પડ્યા પાડે કરે પોકાર રે. ગર્વ૦ ૧૧ છબીલો છત્ર ધરાવતો, ફેરવતો ચઉદિશિ ફોજ રે; વિનમાં વાસુદેવ જઈ વસ્યા, બેસે જિહાં વનચર રોજ રે. ગર્વ૦ ૧૨ ગજે બેસીને જે ગાજતો, થતી જિહાં નગારાની ઠોરરે; ઘુવડ હોલા તિહાં ઘુઘવે, સાવજ કરતાં તિહાં શોર રે. ગર્વ૦ ૧૩ જરાકુમાર જંગલ વસે, ખેલે છે તિહાં શિકાર રે; હિર પગે પદ્મ તે દેખીયો, મૃગની ભ્રાંતે તેણી વાર રે. ગર્વ ૧૪ તીર માર્યો તેણે તાણીને, પગ તળે બળ પૂર રે; પગ ભેદીને તે નીસર્યો, તીર પડ્યો જઈ દૂર રે. ગર્વ૦ ૧૫ આપ બળે ઉઠીને કહે રે, રે હું તો છું કૃષ્ણ રે; બાણે કેણે મને વિંધીયો, એવો કોણ છે દુર્જન રે. ગર્વ૦ ૧૬ શબ્દ તે કૃષ્ણનો સાંભળી, વૃક્ષ તળે જરાકુમાર રે; કાં હું વસુદેવ પુત્ર છું, રહું છું આ વન મોઝાર રે. ગર્વ૦ ૧૭ કૃષ્ણ રખોપાને કારણે, વર્ષ થયા મુજ બાર રે; પણ નવ દીઠો કોઈ માનવી, આજ લગે તે નિરધાર રે. ગર્વ૦ ૧૮ ૪૩૭
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy